
પંચમહાલ જિલ્લાના તાલુકાઓમાં એનિમલ એમ્બ્યુલન્સનો થયો શુભારંભ
વિનોદ રાવલ, એબીએનએસ ગોધરા: જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા અને જિલ્લા કલેકટર આશિષકુમારના વરદહસ્તે પંચમહાલ જિલ્લાના ઘોઘંબા, જાંબુઘોડા અને શહેરા તાલુકા માટેની એનિમલ એમ્બ્યુલન્સનો લીલી ઝંડી બતાવી શુભારંભ કરાયો.
પંચમહાલ જિલ્લા આયોજન મંડળ દ્વારા વિકાસશીલ તાલુકા જોગવાઇ વર્ષ ૨૦૨૩-૨૪ અંતર્ગત જિલ્લાના ઘોઘંબા, જાંબુઘોડા અને શહેરા તાલુકા માટે એક-એક એનિમલ એમ્બ્યુલન્સ આપવામાં આવી છે. જે અન્વયે જિલ્લા સેવાસદન,ગોધરા ખાતે પંચમહાલ જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા કલેકટર આશિષકુમાર અને જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ દ્વારા લીલી ઝંડી બતાવી ઘોઘંબા, જાંબુઘોડા અને શહેરા તાલુકા માટેની એનિમલ એમ્બ્યુલન્સનો શુભારંભ કરવામાં આવ્યો હતો.
નોંધનીય છે કે ઘોઘંબા, જાંબુઘોડા અને શહેરા તાલુકામાં શરૂ કરવામાં આવેલ એનિમલ એમ્બ્યુલન્સ ત્રણેય તાલુકાના પશુઓ અને પશુપાલકો માટે ખૂબ ઉપયોગી બની રહેશે. આ પ્રસંગે જિલ્લા પંચાયત હસ્તકની પશુપાલન શાખાના અધિકારી કર્મચારીઓ સહિત પશુ ચિકિત્સકો ઉપસ્થિત રહ્યાં હતાં.