
ચાણસ્મા કોમર્શિયલ બેંક ના મેનેજર નું પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સન્માન કરાયું…
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: ચાણસ્મા ખાતે આવેલ કોમર્શિયલ બેંક ના મેનેજર અનિલભાઈ પટેલ નું પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ દ્વારા સિલ્ડ આપી શાલ ઓઢાડી સન્માન કરાયું હતું.
ગુજરાત રાજ્ય પત્રકાર એકતા પરિષદ ના ઇન્ચાર્જ પ્રદેશ અધ્યક્ષ કમલેશભાઈ પટેલ ના માર્ગદર્શન હેઠળ પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ ના હોદ્દેદારો દ્વારા ચાણસ્મા ખાતે આવેલ કોમર્શિયલ બેંક માં વર્ષોથી મેનેજર તરીકે ફરજ બજાવતા અનિલભાઈ પટેલ નું સંગઠનના તમામ હોદ્દેદારો ઉપસ્થિત રહી ને સિલ્ડ આપી શાલ ઓઢાડી સન્માન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે મેનેજર અનિલભાઈ પટેલ દ્વારા પણ પાટણ જીલ્લા પત્રકાર એકતા પરિષદ નો આભાર વ્યક્ત કર્યો હતો.