
ભાભર-દિયોદર હાઇવે પર રીક્ષાનો અકસ્માત સર્જાતા 2 વ્યક્તિને ઇજા.
સુનિલ ગોકલાણી, એબીએનએસ, ભાભર: ભાભર દિયોદર હાઈવે ઉપર ભાભરથી બે કિલોમીટર દૂર બોરીયા પાટીયા પાસે રીક્ષાનુ પૈડું નીકળી જતા રીક્ષા પલટી ખાઈ દૂર રોડની સાઈડની ચોકડીઓમાં ફેકાઈ ગઈ હતી.
જેમાં પેસેન્જર સવાર બે વ્યક્તિઓને ગંભીર ઈજાઓ થતા ત્યાંના સ્થાનિક લોકોએ 108 ને જાણ કરતાં ઇજાગ્રસ્તોને ભાભર સરકારી રેફરલમાં સારવાર અર્થે પહોંચાડવામાં આવ્યા હતા.
અકસ્માત સર્જાતા હાઈવે પર લોકોના ટોળેટોળા ઉંમટી પડ્યા હતા .