
હરીજ નગર વિકાસ કમિટીની મુખ્યમંત્રી ને રજુઆત બાદ હારીજના ઝાપટપુરા વિસ્તારમાં સીસી રોડની કામગીરી શરૂ…
*હારીજ શહેરના ગંભીર પ્રશ્નોને લઈને સ્થાનિક તંત્ર સહિત નેતાઓને અનેક રજૂઆત, શહેરના પ્રશ્નોને લઈને સ્થાનિકમા કોઈએ રસ ન દાખવતા પરિણામ શૂન્ય મળ્યું, આખરે મુખ્યમંત્રીને રજૂઆત કરાઈ
અનિલ રામાનુજ, એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના હારીજ શહેર ખાતે આમ, તો પાલિકાની કામગીરીને લઈને અનેકવાર વિવાદ જોવા મળ્યા છે અને શહેરમાં પાલિકાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે.ત્યારે હારીજ શહેરમાં આવેલ મસ્જિદ થી લઈને જલિયાણ સોસાયટી નો રસ્તો બિસ્માર હાલતમાં હોય જે નવીન માર્ગ બનાવવા કલેક્ટરને રજૂઆત કરવામાં આવી હતી.
હારીજ શહેરમાં રોડ રસ્તા થી લઈને ગટર વ્યવસ્થા અને સાફ સફાઈ નો અભાવ છાસવારે જોવા મળે છે અહીંયા પાલિકાની કામગીરી નિષ્ફળ સાબિત થઈ છે અને લોકોના પ્રશ્નો યથાવત જોવા મળી રહ્યા છે. ત્યારે હારીજ શહેરના મસ્જિદ નજીક માર્ગ થી લઈને જલિયાણ સોસાયટી સુધીનો રસ્તો ખુબજ બિસ્માર હાલતમાં જોવા મળી રહ્યો છે. અહીંયા ગટરના ગંદા પાણી પણ રોડ રસ્તા વચ્ચે ઉભરાઈ રહ્યા છે. જેને લઈને ગંદકીનું ભારે સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જેને લઈને ગંભીર બીમારીઓ થી સ્થાનિક રહીશો સપડાઈ તે પહેલા રસ્તાની ગટર લાઈન સમારકામ અને નવીન રસ્તો બનાવવા હારીજ નગર વિકાસ કમિટી દ્વારા રજૂઆત કરવામાં આવી હતી.
હારીજ નગર વિકાસ કમિટીએ ઝાપટપરા વિસ્તારમાં સી સી રોડ ન હોય અને ભૂગર્ભ ગટર ઉભરાવવાની સમસ્યા જે ગંભીર બની હોય જેને લઈને તંત્રને રજૂઆત કરતા કલેકટર,સ્થાનિક તંત્ર થી લઈને ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરેલ જે બાદ પણ કોઈ નિરાકરણ આવેલ ન હોય સ્થાનિક નેતાઓ એ પણ શહેરની કામગીરી બાબતે રસ નહિ લેતા આખરે કમિટી દ્વારા રાજ્યના મુખ્યમંત્રી સુધી રજૂઆત કરવામાં આવી હતી અને ત્યારબાદ કામગીરી હાથ ધરવામાં આવી હતી.હારીજ નગર વિકાસ કમિટીના પુષ્પક ભાઈ ખત્રી,અમિત ગોસ્વામી ની મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને રૂબરૂ જઈ રજૂઆત કરેલ અને ત્યારબાદ હારીજ શહેરમાં ઝાપટપરા વિસ્તારમાં આરસીસી રોડની કામગીરી ચાલુ કરવામાં આવી હતી. જે કામગીરી યુદ્ધના ધોરણે શરુ કરવામાં આવતા હારીજ નગર વિકાસ કમિટી દ્વારા મુખ્યમંત્રી અને નગરપાલિકા હારીજ નો આભાર વ્યક્ત કર્યો હતો.
હારીજ શહેર ની ગંભીર સમસ્યાઓ જે નગરપાલિકા જીલ્લા સ્વાગત રાજય સ્વાગત માં રજૂઆત કરવા છતાં કોઈ નિકાલ આવેલ નહોય વિકાસ કમિટી દ્વારા ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી ને રજૂઆત કરી નિકાલ કરવા બાબત રજૂઆત કરવામાં આવી હતી.જેમાં જણાવવામાં આવ્યું હતું કે ગુજરાત ના ચાણસ્મા વિધાનસભા માં હારીજ તાલુકો ગાયકવાડ સાસન પછી પછાત જણાઈ રહ્યો છે. વર્ષો થી હારીજ શહેરમા કોઈ વિકાસ થતો નથી ગુજરાત સરકાર દરેક જગ્યા એ વિકાસ કરે છે પરંતુ હારીજ માં વિકાસ નામે મીંડું જોવા મળી રહ્યું છે. અને હારીજ શહેર ની સમસ્યાઓ દિવસે ને દિવસે વધી રહી હોય આ તમામ સમસ્યા ઉપર સરકાર વિચારણા કરી કટીંબદ્ધ બને અને વિકાસ કરવામાં આવે તેવું લેખિતમા જણાવવમાં આવ્યું હતું.
હારીજ નગર વિકાસ કમિટી દ્વારા હારિજ શહેરની ગંભીર સમસ્યાઓને લઈને તંત્રને અનેક રજૂઆત બાદ પરિણામ શૂન્ય:-
હારીજ નગર વિકાસ કમિટી દ્વારા શહેરની ગંભીર સમસ્યાઓને લઈને અનેકવાર ઉચ્ચ કક્ષા સુધી રજૂઆત બાદ જિલ્લા સ્વાગત રાજ્ય થી લઈને કલેકટર અને ત્યારબાદ મુખ્યમંત્રી સુધી લેખિત રજૂઆત કરવામાં આવી તેમ છતા શહેરના ગંભીર પ્રશ્નો ત્યાંના ત્યાંજ જોવા મળી રહ્યા છે. ત્યારે તાજેતરમાં શહેરમાં વિકાસના નામે મીંડું જોવા મળી રહ્યું હોય હવે હારીજ શહેરને વિકાસ તરફ લઇ જવામાં આવે તેવી રજૂઆત જોવા મળી હતી.