
રાધનપુરના નાનાપુરા ગામમાં રાવળ સમાજના બે પરિવારો વચ્ચે ધીંગાણું સર્જાતા 11 લોકોને પહોંચી ઇજા…
એકજ કૌટુંબિક રાવળ પરિવારો વચ્ચે જૂની અદાવતને લઈ મારામારી, ઘટનામાં ઇજાઓ પહોંચતા ઈજાગ્રસ્તો સારવાર હેઠળ….
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના નાનાપુરા ગામ ખાતે રહેતા રાવળ સમાજના કૌટુંબિક પરિવારો વચ્ચે જૂની અદાવતne લઈને બોલાચાલી થયા બાદ મામલો ઉગ્ર બનતા મારા મારી થઇ હતી. જેમા બંને કુટુંબિક પરિવાર એકબીજા ઉપર છુટા હાથે મારા મારી કરતા બંને પરિવારોના સભ્યોને ઈજાઓ પહોંચતાં અજંપા ભરી સ્થિતી સર્જાઈ હતી. જે ઘટનામા છ મહિલાઓ તેમજ ચાર પુરુષોને ઘાયલ થતા તમામ ઈજાગ્રસ્તોને રાધનપુરની રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા જ્યાં પ્રાથમિક સારવાર બાદ કેટલાક લોકોને વધુ સારવાર અર્થે અન્ય હોસ્પિટલમાં પણ રિફર કરાયા હતા .ઘટનાના પગલે પીઆઈ સાથે પોલીસ નો કાફલો ગામમાં પહોંચી મામલો વધુ ઉગ્ર ના બને માટે ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી વાતાવરણ શાંત પાડ્યું હતું.
ઈજાગ્રસ્તનાં નામ:-
સંગીતાબેન કાનજીભાઈ રાવળ ઉ.વર્ષ ૩૦
દેવીબેન મફાભાઈ રાવળ ઉં.વ60
કાનજીભાઈ મફાભાઈ રાવળ ઉ.વ 40
પૂજાબેન કાન્તીભાઈ રાવળ ઉ.વ 25
રમેશભાઈ મફાભાઈ રાવળ ઉ.વ 40
વિરભણભાઈ પુનાભાઈ રાવળ ઉ.વ ૩૩
પુનાભાઈ ગાંડા ભાઈરાવળ ઉ.વ 66
નવઘણભાઈ પુનાભાઈ રાવળ ઉ.વ 30
ક્રિષ્નાબેન પુનાભાઈ રાવળ ઉ.વ 20
શંકુબેન પુનાભાઈ રાવળ ઉં.વ.30
શિલ્પાબેન સેધાભાઈ રાવળ ઉ.વ 22