
વઢિયાર ગજ્જર સમાજ પ્રમુખના સ્મરણાર્થે સાદપુરા ગામે બ્લડ ડોનેટ કેમ્પમાં ૪૨ બોટલ બ્લડ એકત્ર કરાયું..
એનીલ રામાનુજ, એબીએનએસ રાધનપુર: વઢીયાર ખારાપટ-વાગડ- ચોરાડ ગજ્જર સુથાર સમાજ પ્રમુખશ સ્વ.રતિલાલભાઈ જેમલભાઈ ગજજરના શ્રદ્ધાંજલિ નિમિતે રાધનપુર તાલુકાના સાદપુરા ગામ ખાતે સમાજના સર્વે બંધુ દ્વારા બ્લડ ડોનેટ કેમ્પમાં ૪૨ બોટલ બ્લડ એકત્ર કરી ગજ્જર સમાજ દ્વારા શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી
વઢિયાર ખારા પાટ વાગડ ચોરાડ ગજ્જર સુથાર સમાજના પ્રમુખ સ્વ રતિલાલ ભાઈ જેમલભાઈનું દુઃખદ અવસાન થતાં ગજ્જર સમાજના યુવાનો દ્વારા સમાજમાં નવી રાહ ચીંધી ભણસાલી ટ્રસ્ટ રાધનપુર ના સૌજન્ય થી કુલ ૪૨ બોટલ બ્લડ એકત્ર કરવામાં આવ્યું હતું જેમાં સમાજના અગ્રણીઓ યુવાનો ભાઈઓ બહેનોએ બ્લડ ડોનેટ કરી શ્રદ્ધાંજલિ કરી સમાજમાં ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું હતું