
રાધનપુરના વડપાસર તળાવમાં મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત, માછલીઓના ઢગ ખડકાતા વિસ્તારમાં દુર્ગંધના લીધે લોકો પરેશાન બન્યા*
*વડપાસર તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય વધ્યું…પાલિકા ની નિષ્ક્રિય કામગીરી સામે સ્થાનિકો લાલઘુમ..
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના રાધનપુર ખાતે આવેલ વડપાસર તળાવ માં મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત થતાં તળાવના કિનારે માછલીઓના ઢગ ખડકાતા વિસ્તારમાં દુર્ગંધ ફેલાતા શહેરીજનો પરેશાન બન્યા છે. તળાવમાં મોટી શંખ્યામાં માછલીઓ ના મોત થતાં આજુબાજુના લોકો દુર્ગંધ થી પરેશાન બન્યા હતાં બાજુમાં આવેલ રામજી મંદિર કે જ્યાં લોકોની ભારે ભીડ હોય દર્શનાર્થીઓ આવતા જતા હોય તળાવની ગંદકી ને દુર્ગંધ ને કારણે લોકો પરેશાન બન્યા છે.
રાધનપુર ખાતે આવેલ ઐતિહાસિક અને પૌરાણિક રામજી મંદિર પાસે આવેલ વડપાસર તળાવની અંદર મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત થતાં તળાવના કિનારા ઉપર મોટી સંખ્યામાં મૃત પામેલી માછલીઓ જોવા મળતા તળાવમાં ગંદકીનું સામ્રાજ્ય જોવા મળી રહ્યું છે. જૅને લઈને મુખ્ય બજાર અને લાલબાગ શેરબાગ વિસ્તાર સહીત રામજી મંદિર અને શિવ મંદિરે આવતા ભાવિક ભક્તો માછલીઓ મરવાના કારણે ગંદકી અને દુર્ગંધ આવતા ત્રાહિમામ પોકારી ઊઠ્યા છે .ત્યારે મહત્વ નું છે કે રાધનપુર નગરપાલિકા ટીમ દ્વારા કોઈપણ જાતની માછલીઓ હટાવવાની કામગીરી કરવામા આવી નથી ત્યારે અહીંયા સ્થાનિકો સહીત દર્શનાર્થે આવતા ભાવિ ભક્તો ને પારાવાર મુશ્કેલી નો સામનો કરવો પડી રહ્યો છે. ત્યારે લોકો દ્વારા નગરપાલિકાની નિષ્ક્રિય કામગીરી સામે અનેક સવાલ ઉઠવા પામ્યા છે .
હાલ રાધનપુર નગરપાલિકા મા વહીવટદાર હોય કે ચીફ ઓફિસર કોઈપણ પાલિકાના કર્મચારી અને વહીવટદારને રાધનપુરની જનતાની કોઈપણ જાતની ચિંતા ન હોય તેવું રાધનપુરના લોક મૂખે ચર્ચાનો વિષય બન્યો હતો..હાલ.. રાધનપુર તળાવની અંદર મોટી સંખ્યામાં માછલીઓના ટપોટપ મોત થતા રાધનપુર નગર દુર્ગંધ અને ગંદકી ના ભરડા મા જોવા મળી રહ્યું છે જેને લઈને નગરપાલિકાની કામગીરી સામે લોકો સવાલ ઉઠાવી રહ્યા છે.