
પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના સર્કીટ હાઉસ ખાતે રાવળ સમાજની મિટિંગ યોજાઈ
વિનોદ રાવળ,એબીએનએસ, ગોધરા (પંચમહાલ): પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકામાં આવેલ સર્કીટ હાઉસ ખાતે રાવળ સમાજની મિટિંગ યોજાઈ હતી. આ મિટિંગમાં અનેક મુદ્દાઓ વિષે ચર્ચા કરવામાં આવી હતી.
આ મિટિંગમાં વર્ષ ૨૦૨૨ થી રાવળ સમાજ પરીવાર ટ્રસ્ટ દ્રારા ચાલતી પરીવાર સુરક્ષા કવચ યોજના અંગે ખાસ ચર્ચા કરવામા આવી હતી. અને પરીવાર સુરક્ષા કવચ યોજનામાં વાર્ષીક વ્યક્તી દિઠ એક વર્ષના ૧૦૦ રૂપિયા જેવી રકમ ભરવી અને એ રકમ ખાસ કરીને પરિવારના રેશન કાર્ડ દીઠ ભરવાની શરૂવાત કરવામા આવી હતી. અને ફી ભરેલ તમામ સભ્યોની નોંધણી રાવળ સમાજ પરીવાર ટ્રસ્ટમાં કરવામાં આવી હતી. અને આ તમામ રાવળ સમાજ પરીવાર ટ્રષ્ટના સભ્યોને પરીવાર સુરક્ષા કવચ યોજનાનો લાભ રાવળ સમાજ પરીવાર ટ્રષ્ટમાં જેમની વાર્ષીક ફી. ૧૦૦ રૂપિયા આવેલી હોઈ અને જો તે સભ્યનું આકસ્મિત કે કુદરતી રીતે મૃત્યુ થાઈ તો તેમના પરીવાર જનોને રાવળ સમાજ પરીવાર ટ્રષ્ટ દ્રારા રૂપિયા પાંચ હજારનો ચેક તેમના બેસણાના દિવસે આપવામા આવે છે તેમજ સમાજના ગરીબ વિદ્યાર્થીઓને તેમના ભણતર માટે જરૂરી વસ્તુઓની મદદ કરી શકાઈ અને અન્ય રીતે પણ સમાજને મદદરૂપ થઈ શકાઈ તેમ રાવળ સમાજ પરીવાર ટ્રસ્ટના પ્રમુખ રાવળ નર્વતભાઈ એ જણાવ્યું હતુ.
આ મિટિંગમાં રાવળ સમાજ પરીવાર ટ્રસ્ટના પ્રમુખ રાવળ નર્વતભાઈ, ઉપપ્રમુખ રાવળ બળવંતભાઈ, મંત્રી રાવળ ધર્મપાલભાઈ, ખજાંચી રાવળ અભેસિંહભાઈ, ટ્રસ્ટના કારોબારી સભ્યો રાવળ અશ્વિનભાઈ, વિનોદભાઇ,મહેશભાઈ, નરેશભાઈ, વજેસિંહભાઈ, સુભાષભાઈ, ગોધરાના એડવોકેટ રાવળ જીતુભાઈ, શિક્ષક અભેસિંહભાઈ, પત્રકાર દિપકભાઈ, તેમજ સમાજના અગ્રણીઓ અને સમાજ મિત્રો ઊપસ્થિત રહ્યા હતા.