
અમદાવાદમાં દિવ્યાંગ લોકો માટે સૌપ્રથમ વખત યોજાઈ અનોખી સ્પર્ધા
સિમ્પલ ઠક્કર, એબીએનએસ, અમદાવાદ: “એક પ્રયાસ માનવતા કી ઓર” ચેરીટેબલ ફાઉન્ડેશન દ્વારા અમદાવાદમા દિવ્યાંગ લોકો માટે અનોખી સ્પર્ધાઓનું આયોજન કરવામા આવ્યું હતું.
જેમાં ઓરબિટ ડીવાઈસ રીડિંગ, ગાયન અને મોનો એક્ટિંગ સ્પર્ધાનું આયોજન કરવામાં આવ્યું હતું .આ સ્પર્ધાઓમાં સૌથી અનોખી સ્પર્ધા હતી ‘ઓરબિટ ડીવાઈસ રીડિંગ’.
આ સ્પર્ધાનું ગુજરાતમા સૌપ્રથમ વખત આયોજન કરવામા આવી હતી. આખા ગુજરાત માંથી દિવ્યાંગ લોકોએ આ સ્પર્ધામાં ભાગ લીધો હતો. આ સાથે જ દિવ્યાંગ લોકોને પરિક્ષામાં રાઈટરની સુધિવા આપતા લોકોને આ માં તેમને બિરદાવ્યા હતા. આ સ્પર્ધાનો ઉદેશ્ય દિવ્યાંજન તેમનામાં રહેલા હુન્નરને સ્ટેજ મળે અને સમાજ પણ તેમના હુન્નર ને ઓળખે અને તેઓ સમાજમાં પોતાનું નામ ઉજ્જવળ કરી શકે.