
અમદાવાદ શહેર ઘાટલોડિયા પોલીસે દ્વિચક્રી વાહનો પર સેફટી ગાર્ડ લગાવી ચાલકોના જીવ સેફ કરવાનો કર્યો ઉમદા પ્રયાસ
એબીએનએસ, અમદાવાદ, સંજીવ રાજપૂત: ઉત્તરાયણને જૂજ દિવસો બાકી રહ્યા છે ત્યારે પતંગની દોરીથી દ્વિચક્રી વાહન ચાલકોના ગળા કપાવવાના અસંખ્ય બનાવો બનતા હોય છે અને લોકો જીવ પણ ગુમાવતા હોય છે ત્યારે લોકોના જીવ ન જાય તે માટે અમદાવાદ શહેર પોલીસ પણ સજ્જ બની છે પોતાની ફરજ સાથે સાથે લોકોના જીવનું રક્ષણ કરવાની પણ જવાબદારી કુશળતા પૂર્વક નિભાવી રહી છે.
અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં ઉતરાણને ધ્યાનમાં રાખીને ટુ વ્હીલર સેફ્ટી સ્પોક લગાવવાનો કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો.
અમદાવાદ શહેરના ઘાટલોડિયા પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં જેટલા રાહદારીઓ ટુ વ્હીલર લઈને જઈ રહ્યા હતા તે દરમિયાન તેઓનું જીવનનું ખૂબ જ મહત્વ ધ્યાનમાં રાખીને ઘાટલોડિયાના પીઆઇ કંડોળિયા, એસીપી બ્રહ્મભટ્ટ સહિત ઘાટલોડિયા પોલીસ સ્ટાફે સહયોગ આપીને રોડ ઉપર જઈ રહેલા રાહદારીઓને સેફ્ટી સ્પોક લગાવીને ઉતરાયણમાં કોઈ જાનહાની ના થાય તેવુ ઉમદા કાર્ય કરવામાં આવ્યું હતું.
ઘાટલોડિયા પોલીસ દ્વારા આશરે 300 થી 400 વાહન ચાલકોને આ સેફટી ગાર્ડ લગાવવામાં આવ્યા હતા તો બીજી તરફ પોલીસની આ પહેલને લોકો દ્વારા બિરદાવવામાં આવી હતી.