
હારીજના સોઢવ પાસે ઈક્કો કાર અને પીકઅપ ડાલા વચ્ચે સર્જાયો ગમખ્વાર અક્સમાત..
હારીજ ચાણસ્મા હાઇવે પરના સોઢવ કંબોઇ વચ્ચે લાખુંરાજ પેટ્રોલ પંપ પાસે ગમખવાર અકસ્માત સર્જાતા 5 લોકો ઈજાગ્રસ્ત થતા હોસ્પિટલ ખસેડાયા..
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લામાં અવાર નવાર અકસ્માત ની ઘટનાઓ મા વધારો જોવા મળી રહ્યો છે. ત્યારે બુધવાર ના આશરે બપોરે 3 વાગ્યાં ના અરસામાં હારીજ તાલુકાના સોઢવ ગામ નજીક આવેલ લાખુરાજ પેટ્રોલ પંપની સામે ઈક્કોના ચાલકે પિકઅપ ડાલાને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. જેમાં ઈક્કોમાં સવાર ત્રણ લોકોને તેમજ પિકઅપ ડાલામાં સવાર બે લોકોને નાની મોટી ઈજા થઈ હતી. જેમને 108 મારફતે સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.
પાટણ જિલ્લાના હારીજ તાલુકા સોઢવા ગામ નજીક ઇક્કો ચાલક ચાણસ્મા તરફથી હારીજ તરફ જઈ રહ્યો હતો અને પિકઅપ ડાલા ચાલક રાધનપુર તાલુકાના જાવંત્રી ખાતેથી હિમંતનગરના પ્રાંતિજ ખાતે મામેરું લઈ જઈ રહ્યા હતા.તે દરમિયાન હારીજ તાલુકાના સોઢવ ગામ નજીક આવેલા લાખુરાજ પેટ્રોલ પંપની સામે ઈક્કોના ચાલકે પિકઅપ ડાલાને ટક્કર મારી હતી. જેથી અકસ્માત સર્જાયો હતો.
જેમાં ઈક્કો ગાડી મા સવાર ત્રણ લોકોને અને પિકઅપ ડાલામાં સવાર બે લોકો મળી કુલ 5 જેટલા લોકોને નાની-મોટી ઈજાઓ પહોંચી હતી. જેથી તેઓને 108 મારફતે હારીજ રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર અર્થે લઈ જવામાં આવ્યા હતા. અકસ્માતને પગલે પીકઅપ ડાલું પલટી મારી ગયું હતું.હારીજ પોલીસને અકસ્માતની જાણ થતા તાત્કાલિક ઘટના સ્થળે હારીજ પીઆઇ નીરવશાહ અને પીલીસ ટીમ ઘટના સ્થળે પહોંચી આગળની વધુ કાર્યવાહી હાથ ધરી હતી.