
વિશ્વ ફલક પર વસતા તમામ ભારતીયો અને ગૌરવવંતા ગુજરાતીઓને અપીલ..ચાલો એકસાથે મળી 3 મહિનાના માસૂમનો જીવ બચાવીએ…
સંજીવ રાજપૂત, એબીએનએસ: જ્યારે જ્યારે દેશ પર કોઈ પણ આંચ કે મુસીબત આવી હોય ત્યારે ભારતના પ્રત્યેક નાગરિકો સદૈવ એક થઇ સામનો કરતા જોવા મળ્યા છે એમાં પણ ભારતના પ્રધાનમંત્રી પીએમ મોદી અને રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલ જેવા પ્રખર કાર્યશીલ વ્યક્તિઓના પ્રયાસે ગતિશીલ અને વિકાસશીલ ગુજરાતની સંસ્કૃતિ, એકતા, વિકાસ, ભાઈચારાના સમન્વયે આખા દુનિયાભરમાં ગુજરાતનો ડંકો વાગી રહ્યો હોય ત્યારે….
આજે વાત કરીએ સૌરાષ્ટ્રના ગીર સોમનાથના વેરાવળમાં આવેલ ભાલપરા ગામના એક 3 મહિનાના માસૂમ SMA પીડિત વિવાન ચાવડાની..જે SMA એટલે કે સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી નામની બીમારીથી પીડાઈ રહ્યો છે અને ક્રિષ્ના હોસ્પિટલ ખાતે સારવાર હેઠળ છે.
આ બીમારી વિશે જણાવી દઈએ કે આ એક એવી જિનેટિક બીમારી બાળકોમાં રેર જોવા મળતી હોય છે જેની સારવારનો ખર્ચ વિચારી ન શકાય તેટલો મોંઘો રહેતો હોય છે. એક સામાન્ય પરિવાર માટે તો આનો ખર્ચ આભ તૂટી પડે તેવો હોય છે જે બાળકને ન આપવામાં આવે તો ટૂંક સમયમાં જ બાળકનું મૃત્યુ થઈ જતું હોય છે. આ રેર રોગને ચાર પ્રકારે વિભાજીત કરવામાં આવે છે જેમાં ટાઈપ1, ટાઈપ2 અને ટાઈપ3 ટાઈપ4 રીતે જોવા મળે છે. જેમાં ટાઈપ1માં આવતા રોગની સારવાર માટે વિદેશથી મંગાવવામાં આવતા ઇન્જેક્શનની કિંમત જ 16 કરોડ રૂપિયા હોય છે જે સામાન્ય પરિવારના લોકો માટે તો અશક્ય વાત જેવું કહી શકાય. જે મુજબ ટાઈપ1માં 16 કરોડ, ટાઈપ2 માં 3 કરોડ ( જે વર્ષમાં 3 ઇન્જેક્શન જરૂરી હોય) બાળકને લગાડવામાં આવતા હોય છે જે આ રોગ દરમ્યાન લગાડવા જરૂરી હોય છે.
આ અગાઉ સૌરાષ્ટ્રના ધૈર્યરાજ નામના બાળકને સમાજની સહકારીતા એકતા અને તેમના ફાળા દ્વારા આ ઇન્જેક્શન લગાવતા બાળકનો જીવ બચી ગયો હતો જ્યારે કોડીનારના અન્ય એક બાળક વિવાનને આ ઇન્જેક્શનના અભાવે જ જીવ ગુમાવવાનો વારો આવ્યો.
આજે ફરી એકવાર સૌરાષ્ટ્રના ગીર સોમનાથ વેરાવળના ભાલપરા ગામના 3 મહિનાના વિવાન ચાવડાને આ જ SMA બીમારીને લીધે 16 કરોડના ઇન્જેક્શનની તાત્કાલિક જરૂરિયાત ઉભી થઇ છે. જે હાલ એકદમ મધ્યમ પરિવાર દ્વારા આટલી મોટી સગવડ ઉભી કરવી એમના માટે આભ તૂટી પડવા જેવું છે. પિતા હોમગાર્ડમાં ફરજ બજાવે છે ત્યારે આજે એકસાથે 16 કરોડ ભેગા કરવા એ વાત આ વાંચનાર વ્યક્તિ પણ બે ઘડી સમજી શકાશે…
આજે ભારત દેશના આશરે 1 અબજ ઉપર ભારતીયો વિદેશમાં વસતા ભારતીય નાગરિકો, વિવિધ સમાજ, સેવાકીય સંસ્થાઓ જો એક બને અને સહભાગી બને તો આ બાળકનો જીવ ન બચે એ અશક્ય છે. આજે આ મધ્યમ પરિવારને જરૂર છે એક એક ભારતીય નાગરિકની એક એક ગૌરવવંતા ગુજરાતના લોકોના સહકારની જે એક બને તો આ બાળકને બચાવી શકાય તેમ છે.
આ ઉપરાંત વિદેશથી મંગાવવામાં આવતા આ મોંઘા ઇન્જેક્શન અને આ બીમારી અંગે રાજ્ય સરકાર કે આરોગ્ય વિભાગને મીડિયાના માધ્યમ દ્વારા અપીલ અને વિનંતી છે કે આ બાબતે ધ્યાન આપવામાં આવે. આ મોંઘા ઇન્જેક્શન સમયે ઉપલબ્ધ બની શકે અને સામાન્ય પરિવાર માટે સરકારી રાહતે મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો આ પીડિત બાળકનું જીવન બચાવવું ઘણું સરળ બની શકે છે.
મીડિયા જગતના તમામ મિત્રો ને પણ અપીલ છે કે આ સેવાકીય કાર્યમાં સહભાગી બની બને તેટલો પ્રયાસ આ બાળકની જિંદગી બચાવવામાં આપીએ. આજે માત્ર 16 કરોડ ભારતીયો એક થઈ જાય તો આ બાળક સંસારમાં જીવી શકે તેમ છે આ એક અપીલ વિનંતી ધ્યાનમાં રાખી સર્વે વિવિધ મહાનુભાવો, સંસ્થાઓ સમાજ આ બાળકની વહારે આવે તેવી પરિવાર વતી આશાઓ…