
સાંતલપુર તાલુકાના દૈસર ગામે યોજાયો પશુ આરોગ્ય મેળો
એબીએનએસ, અનિલ રામાનુજ, રાધનપુર :. પશુપાલન ખાતુ ગુજરાત રાજ્ય, ગાંધીનગર અને જિલ્લા પંચાયત, પાટણ સંચાલિત પશુ દવાખાના સાંતલપુર જિલ્લામાં જિલ્લા પશુપાલન અધિકારી ડો.બી.એમ. સરગરાના માર્ગદર્શન હેઠળ સાંતલપુર તાલુકાના દૈસર ગામે પશુ આરોગ્ય મેળો ઉંટો માં ફીટ (સરા) વિરોધી રસી ખસ વિરોધી સારવાર કેમ્પનું આયોજન થયું. જેમાં ઘેટા બકરાઓમાં કૃમિનાશક દવા પીવડાવવાના મેગા કેમ્પનું ઉદઘાટન રાધનપુર ધારાસભ્ય લવિંગજી ઠાકોરના હસ્તે ઉદઘાટન કરવામાં આવ્યું હતું.
આ મેગા કેમ્પમાં પશુઓમાં મેડિસિન ગાયનેક અને સર્જરીની સારવાર કરવામાં આવી હતી. ઘેટા બકરા વર્ગના પશુઓમાં કૃમિનાશક દવા પીવડાવી અને જરૂરી સારવાર કરવામાં આવી; આ મેગા કેમ્પમાં રણના વાહન તરીકે ઓળખાતા ઊંટોમાં સરા (ફીટ ફીટોડા) વિરોધી અને ખસ વિરોધી રસીકરણ કરવામાં આવ્યું.
આ મેગા કેમ્પમાં ગાય ભેંસ વર્ગના ૨૦૮ ઘેટા બકરા વર્ગના ૧૫૪૦ અને ઊંટ વર્ગના ૨૨૦ મળીને કુલ ૧૯૬૮ પશુઓને સારવાર તેમજ રસીકરણ કરવામાં આવ્યું હતું. આ કેમ્પના કાર્યક્રમમાં રાધનપુર તાલુકાના તાલુકા કક્ષાના પ્રથમ અને દ્વિતીય સ્થાન વિજેતા શ્રેષ્ઠ પશુપાલકોને પ્રમાણપત્ર ધારાસભ્ય અને મહાનુભવોના હસ્તે એનાયત કરવામાં આવ્યા હતા. આ કેમ્પનો દેસર ગામ અને આજુબાજુના ૪ ગામોના પશુપાલકોએ લાભ લીધો હતો. આ કાર્યક્રમમાં ગુજરાત સરકારની પશુપાલન માટેની સહાયકારી યોજનાઓની માહિતી આપવામાં આવી, ગુજરાત સરકારની સહાયકારી યોજનાઓનો લાભ લઇ પશુપાલકો પશુઓમાં વધુ દૂધ ઉત્પાદન થકી બધું આર્થિક ફાયદો મેળવવા માટે તથા આ કેમ્પમાં ગામના અને આજુબાજુના ગામના પશુપાલકો તેઓના બીમાર અથવા કોઈ નાની મોટી સમસ્યાઓ વાળા પશુઓને કેમ્પમાં લાવી સરકારી સેવાનો મફતમાં લાભ મેળવવા ધારાસભ્યએ અનુરોધ કર્યો,
આ મેગા પશુ સારવાર કેમ્પમાં પૂર્વ સદસ્ય જિલ્લા પંચાયત પાટણ દિનેશભાઈ ચૌધરી , સંગઠનના હોદ્દેદાર ભીખુભા સોઢા , જીલુભા સોઢા ચેરમેન સેવા સહકારી મંડળી, ઈશ્વરભાઈ દેસાઈ સરપંચ અને અન્ય ગામ આગેવાનો મહાનુભવો ઉપસ્થિત રહ્યા હતા.