
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાની અખમ ફળીયા પ્રાથમિક શાળા દહિકોટ ખાતે મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના ચાલું કરવામાં આવી.
વિનોદ રાવળ,એબીએનએસ, ગોધરા (પંચમહાલ)::
પંચમહાલ જિલ્લાના ગોધરા તાલુકાના દહિકોટ ગામ ખાતે આવેલ અખમ ફળીયા પ્રાથમિક શાળામાં તારિખ ૧૧-૧૨-૨૦૨૪ ના રોજથી ગુજરાત સરકારના પરિપત્ર મુજબ મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના ચાલું કરવામાં આવી છે.
જે યોજનાનો લાભ આજથી અખમ ફળીયા પ્રાથમિક શાળા ના બાળકોએ પ્રાર્થના પૂર્ણ થયાના પછીના સમયે અલ્પાહાર કર્યો હતો. અને ત્યારબાદ સરકારની બીજી યોજના પી.એમ પોષણ યોજના અંતર્ગત બપોરના ૧.૩૦ કલાકે મેનુ મુજબ ભોજન કર્યું હતું
મુખ્યમંત્રી પોષ્ટિક અલ્પાહાર યોજના અંતર્ગત આજનો મેનુ પ્રમાણે સુખડી તથા પ્રધાનમંત્રી પોષણ શક્તિ નિર્માણ યોજના અંતર્ગત આજના મેનુ પ્રમાણે ખીચડી અને શાક બનાવ્યું હતુ.
આ બંને યોજનાં અંતર્ગત જે અલ્પાહાર અને ભોજન મળે છે તે પોષ્ટીક અને વિટામિન યુક્ત હોવાથી બાળકોની તંદુરસ્તી સારી જળવાઈ રહેશે તેમ શાળાના આચાર્ય અને શિક્ષકોએ જણાવ્યું હતું