
*ભાભર તાલુકાની આંગણવાડીની મુલાકાત લેતા પ્રોગ્રામ અધિકારી*
સુનિલ ગોકલાણી, એબીએનએસ: બનાસકાંઠા જિલ્લાના ભાભર તાલુકાના રૂની અને ગોસણ ગામની આંગણવાડીની પ્રોગ્રામ ઓફિસરએ મુલાકાત લીધી હતી.
જેમાં પ્રોગ્રામ ઓફિસર દ્વારા અન્ન પ્રા દિવસની ઉજવણી કરવામાં આવી અને બાળ દિવસ ઉજવણી કરવામાં આવી હતી અને માતાઓને જન્મ દિવસની અને અન્ન પ્રાસન વિશે ખૂબ સારી એવી માહિતી આપી હતી. બાળકોના વાલીઓ સાથે મુલાકાત કરી અને આ યોજના હેઠળ જે જે પ્રવૃત્તિ ઓ થાય છે તે વિશે માહિતી આપી હતી. પછી બાળકોને સંગીત ખુરશીની રમત રમાડવામાં આવી હતી અને વિજેતા થનાર તથા તમામ બાળકોને નાસ્તાના ડબા નું ઇનામનું વિતરણ કરવામાં આવેલ.