
રાધનપુર ચાર રસ્તા મુખ્ય હાઇવે પર આખલાએ આતંક મચાવતા વાહન ચાલકો સહીત રાહદારીઓ ને રસ્તો પસાર કરવો મુશ્કેલ બન્યો..
*રાધનપુર હાઇવે ચાર રસ્તા ઇસ્કોન શોપિંગ સામે આખલાએ મચાવ્યો આતંક, આખલા યુદ્ધ જામતા ટ્રાફિક જામના દ્રશ્યો સર્જાયાં, લોકો ભયના ઓથારે જોવા મળ્યા..*
*રાધનપુરમાં રખડતા ઢોરનો ત્રાસ વધ્યો, પાલિકા ની બેદરકારી ક્યાંક ભારે પડી શકે તેવા દર્શયો દિન પ્રતિદિન સર્જાઈ રહ્યા છે. અનેક રજૂઆત બાદ પણ પાલિકા ના આંખ આડા કાન જોવા મળતા અનેક સવાલો..
અનિલ રામાનુજ, એબીએનએસ, રાધનપુર : પાટણ જિલ્લાના રાધનપુર શહેરમાં રખડતા ઢોરનો સીલસીલો યથાવત જોવા મળી રહ્યો છે.રાધનપુરમાં નઘરોળ પાલિકા તંત્રને કારણે અનેકવાર લોકોએ જીવ ગુમાવ્યા છે તો અનેકવાર અકસ્માત ની ઘટનાઓ પણ બની છે. ત્યારે રાધનપુરના ચાર રસ્તા હાઇવે મહેસાણા રોડ ઉપરબે આખલાએ આતંક મચાવ્યો હતો. જૅ આતંકને લઈને રાહદારીઓ અને વાહન ચાલકો યુદ્ધના ભોગ બનતા પાલિકા સામે લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.રાધનપુર શહેરમાં દિન પ્રતિદિન આખલા આતંક દૃશ્યો વારંવાર સર્જાઈ રહ્યા છે. જૅ શહેરના દ્રશ્યો જોઈ શકાય છે કે આખલા આતંક ને લઈને હવે શહેરમાં નીકળવું પણ મુશ્કેલ બની રહ્યું છે.
રખડતા ઢોર લોકોને દોડાવી દોડાવીને મારી રહ્યા છે ત્યારે આ આખલા આતંકના કારણે તાજેતરમાં ભાભર ત્રણ રસ્તા ઉપર પણ અગાઉ ત્રણ લોકો ઘાયલ પણ થયા છે. તેમજ શહેરમાં લોકોએ જીવ ગુમાવ્યા હોવાની ઘટનાઓ પણ બની છે. છતાં રાધનપુરમાં નઘરોળ નગર પાલિકા તંત્ર ના પેટનું પાણી હલતું નથી અને લોકો શહેરમાં ભયભીત જોવા મળી રહ્યા છે.
રાધનપુર નગરપાલિકાની ટીમ રખડતા ઢોર અને આખલાઓને પકડવા નિષ્ક્રિય જોવા મળી રહી છે.ત્યારે મહત્વનું છે કે રાધનપુર શહેરમાં રખડતાં ઢોર ને પાંજરે પુરવાની કામગીરી માત્ર ને માત્ર કાગળ પર જ દેખાઈ રહી છે.અને શહેરમાં રખડતા ઢોરના કારણે સ્થાનિક લોકો સહીતz વાહન ચાલકો અને વેપારીઓ પણ ભયભીત જોવા મળી રહ્યા છે.
રાધનપુર શહેરમાં વારંવાર આખલા આતંક ની ઘટનાઓ બની રહી છે.ત્યારે તાત્કાલિક ધોરણે રાધનપુર ખાતેથી રખડતા ઢોરોને દૂર કરવા લોકોની માંગ ઉઠવા પામી છે. ત્યારે મહત્વનું છે કે નગરપાલિકામાં લોકોની વારંવાર રજૂઆત હોવા છતાં કોઈ પણ જાતની કાર્યવાહી ન થતા લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે અને તાત્કાલિક ધોરણે રખડતા ઢોરને પાંજરે પૂરવાની કવાયત હાથ ધરવામાં આવે તેવી લોકોની માંગ ઉઠવા પામી છે.