
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા છાત્ર શક્તિ યાત્રાનું સ્વાગત કરાયું. 56મુ છાત્રા શક્તિ પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે યોજાશે.
વિનોદ રાવળ,એબીએનએસ, ગોધરા (પંચમહાલ): ગોધરા તાલુકાની સર્વોદય ચેરીટેબલ ટ્રસ્ટ સંચાલિત શ્રી જે. એલ.કે .કોટેચા આર્ટસ અને શ્રીમતી એસ. એચ ગાર્ડી કોમર્સ કોલેજમાં પંચમહાલ જિલ્લાના અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદના કાર્યકર્તાઓ દ્વારા ગુજરાતની છાત્ર શક્તિને આહવાન કરવા માટે તેમજ “નવનિર્માણથી રાષ્ટ્રનું પુનઃ નિર્માણ” ના થીમ ઉપર યોજવાં જઈ રહેલાં 56માં પ્રદેશ અધિવેશન છાત્રા શક્તિ યાત્રાનું કાંકણપુર અખિલ વિદ્યાર્થી પરિષદની છાત્રાઓ, કોલેજના અધ્યાપકો તેમજ વિદ્યાર્થીઓ અને નગર અધ્યક્ષ દ્વારા રથનું કંકુ તિલક તેમજ ફૂલોથી શક્તિ રથ યાત્રાનું કોલેજમાં સ્વાગત કરવામાં આવ્યું હતું.
અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું મુખ્ય ઉદ્દેશ જ્ઞાન ,ચારિત્ર અને એકતાનો છે. અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદનું 56મુ પ્રદેશ અધિવેશન કર્ણાવતી મહાનગર ખાતે તારીખ 7 /8 /9 જાન્યુઆરી ૨૦૨૫ના રોજ યોજાવા જઈ રહ્યું છે. આ અધિવેશન નવનિર્માણ આંદોલન થીમ પર આયોજન કરવામાં આવ્યું છે. નવનિર્માણ આંદોલનનું મહત્વ તથા છાત્ર શક્તિ વિશે આજનો યુવાન પરિચિત થાય અને વિદ્યાર્થી જગતને નવો વેગ મળે તેવો આશય છે. સમગ્ર રાષ્ટ્રમાં આશરે 500 જેટલા કોલેજ કેમ્પસમાંથી 1500 જેટલા વિદ્યાર્થી કાર્યકર્તાઓ આ અધિવેશનમાં પ્રતિનિધિત્વ કરનાર છે.
વિદ્યાર્થી પરિષદનો હેતુ શિક્ષણમાં સકારાત્મક બદલાવ તેમજ વિદ્યાર્થીઓના હિતમાં અને રાષ્ટ્રના હિત સાથે જોડાયેલા પ્રશ્નોના મુદ્દાઓને ધ્યાનમાં લઈને રાષ્ટ્રનું પુનનિર્માણ કરવાનો હેતુ રહેલો છે. કર્ણાવતી ખાતે 56માં અધિવેશનમાં નવનિર્માણ આંદોલનના ચિત્રો ,વિદ્યાર્થીઓ પરિષદના વર્ષભરના આંદોલનના ચિત્રો ,સેવાકાર્યો ,પરિષદના આયામ, કાર્ય, ગતિવિધિના કાર્યક્રમમાં વગેરેની આકર્ષક અને ઉપયોગી માહિતીનો સંગ્રહ આ પ્રદર્શનમાં જોવા મળશે.