
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આદ્ય શક્તિધામ અંબાજીમાં શ્રી 51 શક્તિપીઠ પરિક્રમા મહોત્સનો શ્રદ્ધા ભક્તિમય વાતાવરણમાં ભક્તોની વિશાળ ઉપસ્થિતિમાં પ્રારંભ કરાવ્યો હતો.
અંબાજી, એબીએનએસ, સંજીવ રાજપૂત: 51 શક્તિપીઠમાં અનેરુ સ્થાન ધરાવતા અંબાજીમાં તમામ 51 શક્તિપીઠના દર્શન ભક્તો એક જ સ્થળે કરી શકે તે માટે વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીની પ્રેરણાથી ગબ્બર તળેટીમાં આ 51 શક્તિપીઠની પ્રતિકૃતિઓની સ્થાપના કરવામાં આવી છે.
પ્રતિ વર્ષ યોજાતા આ પરિક્રમા મહોત્સવ અંતર્ગત શ્રદ્ધાળુ ભક્તો અઢી કિલોમીટર લાંબા પરિક્રમા પથ પર યાત્રા કરીને શક્તિપીઠોના દર્શન સાથે શક્તિ, ભક્તિ અને આસ્થાનો લાભ મેળવે છે.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલે આજે આ શક્તિપીઠ પરિક્રમા મહોત્સવના પ્રારંભે પાલખીયાત્રામાં ભક્તિ ભાવથી સહભાગી થઈને આ મહોત્સવની શરૂઆત કરાવી હતી.
મુખ્યમંત્રીશ્રીએ શ્રી આરાસુરી અંબાજી માતા દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત સંસ્કૃત કોલેજના રૂ. ૧૨ કરોડના ખર્ચે નિર્માણ થયેલા નવા ભવનનું લોકાર્પણ કર્યું હતું.
તેમણે અંબાજી તીર્થધામ આ પરિક્રમા મહોત્સવ સહિત સમગ્ર વર્ષ દરમિયાન સ્વચ્છ અને સુઘડ રહે તેવી સ્વચ્છતા-સફાઈ જાળવવા પણ અનુરોધ કર્યો હતો.
મુખ્યમંત્રીશ્રી આ કાર્યક્રમ પહેલા અંબાજી માતાના દર્શને ગયા હતા અને ભક્તિ ભાવ પૂર્વક પૂજા-અર્ચન પણ કર્યા હતા.
——–