
- હારીજ ખાતે ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ શ્રી વિષ્ણુયાગનો પ્રારંભ
અનિલ રામાનુજ, એબીએનએસ હારીજ: ભાગવત ધામ ખાતે સમસ્ત ગઢવી પરિવાર દ્વારા માતા પિતાની આત્માની શાંતિ માટે જન્મ શતાબ્દી સુવર્ણ જ્યંતી નિમિતે હારીજ ભાગવત ધામ ખાતે ડો જીતેન્દ્રભાઈ ગઢવી પરિવાર દ્વારા શ્રીમદ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞ વિષ્ણુયાગ સપ્તાહનું તારીખ ૧૨થી૧૯ સુધી સુંદર આયોજન કરવામાં આવ્યું હતું ભાગવત સપ્તાહના મુખ્ય વક્તા શૈલેષભાઇ શાસ્ત્રી મુખેથી કથાનું રસપાન કરાવ્યું હતું યજ્ઞ ના ભવ્ય આયોજન દરમિયાન હારીજ શહેરની જાહેર જનતાએ કથાનું રસપાન કર્યું હતું જેમાં મોટી સંખ્યામાં નગરજનોએ ઉપસ્થિત રહી દર્શન કરી ભોજન પ્રસાદ લઈ ધન્યતા અનુભવી હતી
હારીજના જાણીતા તબીબ ડો જીતેન્દ્રભાઈ ગઢવી સમસ્ત પરિવાર દ્વારા પોતાના નિવાસ સ્થાન ભાગવત ધામખાતે માતા પિતાની આત્માની શાંતિ માટે જન્મ શતાબ્દી સુવર્ણ જન્મ જયંતી નિમિતે ભાગવત સપ્તાહ વિષ્ણુયાગ કથાના મુખ્ય સંચાલક શાસ્ત્રી શિવમભાઈ જોશી, મુકેશભાઈ શાસ્ત્રી,બકા મહારાજ,સહિતના બ્રાહ્મણ વિદ્વાનોએ વિષ્ણુ યાગમાં મંત્રોચ્ચાર કરી આહુતિ અર્પણ કરી હતી.ભાગવત સપ્તાહ યજ્ઞ મા ભાવી ભક્તો મોટી શંખ્યામાં લાભ લઇ રહ્યા છે. ભાગવત સપ્તાહ કથામાં શાસ્ત્રી શૈલેષભાઇ દવેના મુખેથી ભક્તજનોને સવારે 9 થી 12.30 કલાક તેમજ કથા સાંભળવા આવતા ભક્તો માટે ભોજન પ્રસાદ ની પણ ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે.
હારીજ ખાતે ચાલી રહેલ ભાગવત કથા વક્તા શૈલેષભઈ દવે ના મુખે કથા સપ્તાહ નું લોકોને રસપાન કરાવી દૈનિક વૈદિક યજ્ઞ યોજયો હત પાટણ જિલ્લા ના હારીજ ખાતે ભગવત કથા યજ્ઞ નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે તેમજ કથા ના છેલ્લા દિવસે મહા વિષ્ણુ યજ્ઞ પણ રાખવમાં આવ્યો છે જેમાં 25 થી વધુ બ્રાહ્મણો દ્વારા મંત્રોચ્ચાર કરી આહુતિ અર્પણ કરી હતી