
આજે દેવ દિવાળી નિમિત્તે અંબાજી મંદિરમાં ઉમટ્યા ભક્તો. ગાયિકા કિંજલ દવે પહોંચ્યા અંબાના દ્વારે.
નરેશ ઠાકોર, એબીએનએસ, અંબાજી: આજે દેવદિવાળી અને કાર્તિકી પૂર્ણિમાનો અનેરો દિવસ. બનાસકાંઠાના પવિત્ર યાત્રાધામ અંબાજી ખાતે ઉમટ્યા ભક્તો. માં અંબાના દર્શન કરવા શક્તિ દ્વાર થી ભક્તોની લાંબી લાંબી લાઈન જોવા મળી હતી.
અંબાજી મંદિરને રંગબેરંગી ફુલોથી શણગારવામાં આવ્યુ છે અને અંબાજી મંદિરમાં સવારની મંગળા આરતીમાં મોટી સંખ્યામાં ભક્તો જોડાતા જોવા મળ્યા..
ગુજરાતના જાણીતા ગાયિકા કિંજલ દવે પણ માં અંબાના મંદિરમાં પહોંચ્યા હતા અને પોતાના પરિવાર સાથે મંદિરમાં દર્શન કર્યા. મંદિરના મહારાજ દ્વારા આશીર્વાદ અને ચુંદડી આપવામાં આવી હતી.
દેવ દિવાળી નિમિત્તે કાર્તિક પૂનમના રોજ ભક્તો મોટી સંખ્યામાં માના દર્શને પહોંચ્યા છે. સેવાકીય સંઘ દ્વારા અંબાજી મંદિરમાં પૂનમે ભક્તોને વિના મૂલ્યે ચા ની સેવા પણ આપવામાં આવી હતી અને મોટી સંખ્યામાં ભકતોએ ચાની ચૂસકી માણી હતી.