
જિલ્લા કલેક્ટર કચેરી, ગોધરા ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ*
બેઠકમાં રજૂ કરાયેલ વિવિધ પ્રશ્નો અંગે સબંધિત અધિકારીઓને ત્વરિત કામગીરી કરવા તાકીદ*
વિનોદ રાવળ, એબીએનએસ, ગોધરા:: પંચમહાલ જિલ્લા કલેક્ટર આશિષકુમારના અધ્યક્ષસ્થાને કલેકટર કચેરી, ગોધરાના સભાખંડ ખાતે જિલ્લા સંકલન અને ફરિયાદ સમિતિની બેઠક યોજાઈ હતી. જિલ્લા કલેક્ટર એ સંકલન સમિતિની આ બેઠકમાં જિલ્લામાં જન સામાન્યને સ્પર્શતા વિવિધ વિષયો અંગે તેમજ જિલ્લામાં પડતર પ્રશ્નોનો ત્વરિત અને યોગ્ય નિકાલ કરવા સબંધિત અધિકારીઓને સૂચના આપી હતી.
બેઠકમાં જિલ્લાના જનપ્રતિનિધિઓ દ્વારા રજૂ કરવામાં આવેલા પ્રજાલક્ષી પ્રશ્નોના નિવારણ હેતુ તુરંત જ એક્શન લઈ જરૂરી કામગીરી કરવા અને દરેક પ્રશ્નનો નિયત સમયમર્યાદામાં સકારાત્મક નિકાલ કરવા તમામ વિભાગના અધિકારીઓને જિલ્લા કલેકટરએ તાકીદ કરી હતી.
આ બેઠકમાં જિલ્લા પંચાયત પ્રમુખ રેણુકાબેન ડાયરા, જિલ્લા વિકાસ અધિકારી ડી.કે.બારીઆ, નાયબ વન સંરક્ષક, ધારાસભ્ય સી.કે.રાઉલજી, અધિક કલેકટર એમ.ડી.ચૂડાસમા, પ્રાંત અધિકારીઓ તથા વિવિધ વિભાગના અધિકારીઓ ઉપસ્થિત રહ્યાં હતા.