
નાકાબંધી દરમ્યાન લીલા લાકડાં ભરેલી ઇકો ગાડી ઝડપી પાડતું વનવિભાગ
પાર્થિવ દરજી, એબીએનએસ, પંચમહાલ: પંચમહાલના શહેરા મીઠાલી ગામના જંગલ પાસેથી વન વિભાગ એ નાકાબંધી દરમિયાન ઇકો ગાડી માંથી ખેરના લીલા લાકડા મળી આવતા કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી.વન વિભાગે ખેરના લાકડા અને ઇકો ગાડી મળીને અંદાજિત 5 લાખનો મુદામાલ કબ્જે લઈને વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા હતા.
પંચમહાલ જિલ્લામાં શિયાળાની પડી રહેલી ઠંડી વચ્ચે બે નંબરની લાકડાની હેરાફેરી સામે વન વિભાગે લાલ આંખ કરી હતી.જ્યારે શહેરા વન વિભાગના આર.એફ.ઓ રોહિત પટેલને ખાનગી રાહે માહિતી મળી હતી કે મીઠાલી જંગલમાંથી અજાણ્યા ઇસમો દ્વારા લાકડા ચોરીને ગાડીમાં લઈ જવામાં આવી રહ્યા છે.વન વિભાગના વનપાલ આર.એસ ચૌહાણ, વન રક્ષક જી. ટી. પરમાર અને સી.સી.પટેલ સહિતનો રાઉન્ડ સ્ટાફ મીઠાલી જંગલમાં પહોંચ્યા ત્યારે અજાણ્યા ઇસમો કુહાડી વડે ઝાડ કાપી રહ્યા હતા.ખાંડીયા રાઉન્ડ સ્ટાફ દ્વારા વોચ ગોઠવીને ઇકો કારમાં લઈ જવાતા ખેરના તાજા લીલા લાકડા પકડી પાડીને ફોરેસ્ટ કચેરી ખાતે લાવીને જરૂરી તપાસ હાથધરી હતી.જોકે વન વિભાગ એ ઇકો ગાડી માંથી મળી આવેલા ખેરના લાકડાને લઈને કડક કાર્યવાહી હાથધરી ને અંદાજિત રૂપિયા 5 લાખની કિંમતનો ખેરના લાકડા અને ગાડી સહિતનો મુદ્દામાલ શ્રી સરકાર કબજે લઇને વધુ તપાસના ચક્રો ગતિમાન કરવા સાથે કાયદેસરની કાર્યવાહી હાથધરી હતી…