
પ્રતિબંધિત ચાઈનીઝ દોરીની ફીરકીઓની હેરાફેરી કરતા બે ઈસમોને ઝડપી પાડતી હારીજ પોલીસ.
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાના હારીજ પોલીસે પ્રતિબંધિત ચાઇનીઝ દોરી માંઝાની ફીરકીઓની સ્વીફટ ગાડીમા હેરાફેરી કરતા બે ઈસમોને હારીજ ચાર રસ્તા પાસેથી ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-144 કિ .રૂા. 72,000 સાથે કુલ રૂ.4,12,000ના મુદામાલ સાથે પકડી વધુ કાર્યવાહી હાથ ધરી છે.
મકરસંક્રાતિ તહેવાર નજીક આવી રહ્યો છે, ત્યારે ચાઈનીઝ દોરા, માંજાઓની પ્લાસ્ટીકની દોરીની વપરાશથી માનવ જીવન તથા પક્ષી તથા પર્યાવરણ માટે ખતરારૂપ હોઇ જે ચાઇનીઝ દોરીથી ઘણી વખત માણસો તથા પક્ષીઓને પ્રાણઘાતક ઈજાઓ થાય છે. જેથી પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ દોરીની આયાત ખરીદ વેચાણ, હેરાફેરી, ખરીદવેચાણ અને વપરાશ ઉપર સંપુર્ણ પ્રતિબંધ મુકવામાં આવ્યો છે.
જિલ્લા મેજી.સા પાટણ નાઓએ જાહેરનામું કડક અમલવારી, જિલ્લામાં પોલીસની કામગીરી :-
જિલ્લા મેજી.સા પાટણ નાઓએ જાહેરનામું બહાર પાડેલ હોઇ જે જાહેરનામાનો કડક અમલ કરવા હારીજ પોલીસ સ્ટેશન ની ટીમના માણસો પેટ્રોલીંગમાં હતા. તે દરમિયાન બાતમી હકીકત મળેલ કે સમી રોડ તરફથી એક સફેદ કલરની સ્વીફ્ટ ગાડી જેનો રજી નં-જી.જે.24.એ.યુ.0326નો છે. તે હારીજ તરફ આવે છે જેની અંદર પ્લાસ્ટિક કે સીન્થેટીક મટીરીયલ્સથી બનેલ ચાઈનીઝ દોરા તથા ટોનીક મટીરીયલ્સ (ઝેરી દોરા) વેચાણ સારૂ ભરેલ છે.
ત્યારે હારીજ હાઇવે ચાર રસ્તા આગળ વોચ તપાસમા રહી હકીકત મુજબની ગાડીમાંથી નાયલોન (ચાઇનીઝ) દોરાની ફીરકીઓના નંગ-144 મળી આવેલ જે એક ચાઇનીઝ દોરીની ફીરકી નંગ-1 ની કી રૂા.500/- લેખે કુલ-144 ફીરકીની કુલ કિંમત -३.72000/- તથા સ્વીફ્ટ ગાડીની કિંમત ३.3,00,000/- તથા મોબાઈલ નંગ-03 જેની કીમત રૂ.40,000જે કુલ મળી રૂ.4,12,000ના મુદામાલ સાથે બે ઈસમોને ઝડપી પાડ્યા હતા.ચાઈનીઝ દોરી વેચાણ સારૂ લાવી આ બે ઈસમો કુણાલસિંહ બબાજી વાઘેલા અને જશવંતસિંહ હેતુભા વાઘેલા રહે-જમણપુર તા-હારીજ વાળાએ જિલ્લા મેજી.સા પાટણના જાહેરનામાં ભંગ કરેલ હોઇ જેથી બન્ને ઇસમો વિરૂધ્ધ હારીજ પો.સ્ટે ખાતે બી.એન.એસ. કલમ 23,54 તથા એમ.વી.એક્ટ કલમ 3,181મુજબ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.