
અનુસૂચિતજાતિ સમાજ વિરુદ્ધ મહિસાગરના કલકેટરે અભદ્ર ટિપ્પણીનો મામલો : હારીજ તાલુકા અનુસચિતજાતિ સમાજે હારીજ પોલીસ મથકે લેખિત ફરિયાદ નોંધાવી..
એબીએનએસ, અનિલ રામાનુજ પાટણ : મહીસાગરના દલિત – આદિવાસી વિરોધી જાતિવાદી કલેકટર નેહાકુમારી દુબેએ થોડા સમય અગાઉ તાલુકા સ્વાગત સરકારી કાર્યક્રમમાં રજુઆત લઈ જતા દલિત સમાજના વિજય કુમાર નામના યુવાનને જાતિ વિરુદ્ધ જગજાહેર સરકારી કર્મચારીઓની હાજરીમાં જાહેરમાં ડરાવવા, ધમકાવવા,અડધુત કરવા અભદ્ર શબ્દનો ઉપયોગ કરતા અનુસૂચિતજાતિ તથા અનુસૂચિત જનજાતિ સમાજના તથા અન્ય લોકો સાંભળી શકે તેવા યુવાનને અભદ્ર ભાષાનો ઉપયોગ કરી અપશબ્દો બોલી જાહેર કાર્યક્રમમાં અપમાનિત કરેલ તેથી મહીસાગર જિલ્લા કલેક્ટર નેહા કુમારી દુબે વિરૂધ્ધ આજ રોજ પાટણ જિલ્લાના હારીજ પોલીસ સ્ટેશન ખાતે સમાજના આગેવાનો પ્રફુલભાઈ પરમાર, ભરત કે પરમાર ,જગદીશભાઈ પરમાર, રમેશભાઈ સોમેશ્વરા, ભગાભાઈ પરમાર ,મહેશભાઈ સરપંચ રઘુભાઈ, કનુભાઈ તેમજ જીતુભાઈ પરમાર તમામ આગેવાનો સાથે મળી હારીજ પોલીસ સ્ટેશન ખાતે ફરિયાદ સ્વરૂપે લેખિત અરજી કરી કાયદેસરની કાર્યવાહી કરવા માગ કરી હતી.