
જુઓ.. ચાલુ તાલીમ દરમિયાન તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં વ્યસ્ત અને મસ્ત જોવા મળ્યા..
અનિલ રામાનુજ, પાટણ, સમી, એબીએનએસ: સમી તાલુકા પંચાયત ખાતે pmay Ekyc મિટિંગ અંતર્ગત વિડિઓ કોન્ફરન્સ દરમિયાન ચાલુ તાલીમ દરમિયાન તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ સોશિયલ મીડિયાની એપ્લિકેશનમાં વ્યસ્ત જોવા મળ્યા..
પાટણ જિલ્લાના સમી તાલુકા પંચાયત ખાતે વિડિઓ કોન્ફરન્સ તાલીમ દરમિયાન તલાટીઓ અને ગ્રામ સેવક ને તાલીમ લેવાની જગ્યાએ અધિકારીઓ પોતાના મોબાઈલ ફોનમાં વ્યસ્ત જોવા મળ્યા… દ્રશ્યોમાં ચોક્કસ જોઈ શકાય છે કે ચાલુ તાલીમ દરમિયાન તલાટીઓ, ગ્રામ સેવક સહિતના અધિકારીઓ પોતાના મોબાઇલમાં વ્યસ્ત છે.
તો બીજી તરફ અન્ય તલાટીઓ મોબાઈલ ઉપર પણ વાત કરતા જોવા મળ્યા હતા તેમજ ફોન આવતા ચાલુ કોન્ફરન્સ તાલીમ દરમિયાન મિટિંગ છોડીને બહાર નીકળી ફરતા પણ જોવા મળ્યા હતા. તો ક્યાંક ચાલુ તાલીમ માં ચા ની ચુસ્કી સાથે કર્મચારીઓ મોબાઇલ માં વ્યસ્ત જોવા મળ્યા છે.
હાલ સમગ્ર પાટણ જિલ્લામાં pmay ekyc કામગીરી અંતર્ગત વિડિઓ કોન્ફરન્સ દરમિયાન કર્મચારીઓ અને તલાટીઓ, ગ્રામ સેવકને pmay ekyc વિશે સમજાવવામાં આવી રહ્યા છે. જૅ વિષય આધારિત વિડિઓ કોન્ફરન્સ દરમિયાન તાલીમ આપવામાં આવી રહી છે. પરંતુ ચાલુ તાલીમ દરમિયાન પાટણના સમી તાલુકા પંચાયત ખાતે ચાલુ વિડિઓ કોન્ફરન્સ દરમિયાન તલાટીઓ, ગ્રામ સેવક અને કર્મચારીઓ પોતાની મનમાની કરતા જોવા મળ્યા હતા.અને ચાલુ તાલીમ માં મોબાઇલ માં વિવિધ એપ ઉપર મજા માણી રહ્યા છે. ત્યારે આ કેટલું યોગ્ય છે? તાલીમનું મહત્વ કર્મચારીઓ જાણવા હોવા છતાં કેમ મનમાની કરી રહ્યા છે જેવા અનેક સવાલો ઉભા થઈ રહ્યા છે.
અત્યારે પાટણ જિલ્લામાં વિવિધ વિભાગોના કર્મચારીઓને ખાસ ટ્રેનિંગ આપવામાં આવી રહી છે. પરંતુ તાલીમ દરમિયાન અધિકારીઓ જ પોતાની મનમાની ચલાવતા જોવા મળ્યા હતા.ત્યારે અનેક આવા કર્મચારીઓ સામે કેવા પગલાં ભરવામાં આવશે વગેરે સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે.