
શહેરમાં રાહતદરે શરૂ કરવામાં આવેલ જલારામ ક્લિનિક જરૂરિયાતમંદ દર્દીઓ માટે આશીર્વાદરૂપ બન્યું..
એબીએનએસ, અનિલ રામાનુજ, રાધનપુર : પાટણ શહેરમાં અનેકવિધ સેવાકીય પ્રવૃતિ કરતું પાટણ જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા જરૂરિયાતમંદ અને ગરીબ લોકો માટે જલિયાણ કલીનીક નો પ્રારંભ કરવામાં આવ્યો છે જે ક્લિનિક જરૂરિયાત મંદ પરિવારના દર્દીઓ માટે આશીર્વાદરૂપ બની રહ્યું છે ત્યારે આજના આ મોંઘવારીના યુગમાં સામાન્ય માણસો માટે આરોગ્ય લક્ષી સારવાર ખૂબ જ મોંઘી બની છે ત્યારે અહીં લોકોને તાવ, શરદી,ખાંસી તેમજ અન્ય સામાન્ય રોગો માટે જલિયાણ ક્લિનિક સેન્ટરમાં નજીવી ફી લઈ સારવાર અને દવા સામાન્ય દરે આપવામાં આવી રહી છે.
ભવિષ્યમાં નિદાન અને સારવાર ની સાથે સાથે લેબોરેટરી તથા એક્સ-રે અને સોનોગ્રાફી સહિતની સુવિધા પણ રાહત દરે ઉપલબ્ધ બને તે માટે પણ ટ્રસ્ટ દ્વારા પ્રયત્ન હાથ ધરાયા હોવાનું જાણવા મળ્યું છે. પાટણની જાહેર જનતાને આ આરોગ્ય સેવાનો લાભ લેવા જલારામ સેવા ટ્રસ્ટ દ્વારા અનુરોધ કરવામાં આવે છે. હાલમાં આ જલિયાણ ક્લિનિક ખાતે પાટણના જાણીતા એમબીબીએસ તબીબ મનસુખભાઈ પટેલ પોતાની સેવાઓ આપી રહ્યા છે.