
જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ દ્વારા પંચાસર વાદી વિસ્તારમાં ભોજન પીરસાયું,દાતાઓ અંતરીયાળ વિસ્તારમાં આવીને સેવાયજ્ઞમાં સહભાગી બન્યા
અનિલ રામાનુજ, એબીએનએસ, રાધનપુર : જન મંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠ દ્વારા વઢિયાર પંથકના છેવાડાના જરૂરિયાતમંદ માનવી સુધી સેવાના યજ્ઞ ની સુવાસ ફેલાવવાના ઉમદા આશયથી નવીન વર્ષની શરૂઆતમાં પંચાસર વિસ્તરમાં વાદી વસાહત ઝૂંપડપટ્ટી વિસ્તરમાં ભોજન પીરસયું હતું. પ્રત્યેક નવું વર્ષ જીવનને નવી દિશા અને દીક્ષા આપનારું બની રહે છે. રાજેશભાઈ શ્રોફ, વિનીતભાઇ શ્રોફ, નિરાલી શ્રોફ, નમન શ્રોફ, રાગિણીબેન ચોકસી, સાહિલ ચોકસી..આ દાતાઓ અંતરીયાળ વિસ્તારમાં આવીને સેવાયજ્ઞમાં સહભાગી બન્યા હતા. જીવનની આ બાજુને નિહાળી દાતાઓ પણ ગદગદ થઈ ગયા હતા.
વઢિયાર પંથકમાં પંચાસર નજીક આવેલ વાદી વસાહતમાં જમણવારમાં મોહનથાળ, શાક, પૂરી, સારેવા વગેરે પીરસતી વખતે મુખ્ય દાતા રાજેશભાઈ શ્રોફની આંખમાં આંસુ આવી ગયા હતા. જીવનની આ એવી બાજુ છે જેનાં વિશે વિચારવાનું પણ આપણે ચૂકી જઈએ છીએ એ સમયે રાજેશભાઈ અને એમનાં બહેન રાગિણીબેન સમાં સંવેદનશીલ હ્રદય આપણી વચ્ચે છે જેઓ નૂતન વર્ષમાં ભોજન પીરસી અભિનંદનને પાત્ર બન્યા હતા.જનમંગલ સેવા ચેરીટેબલ ટ્રસ્ટ જીજ્ઞાબેન શેઠે એમના આ સેવાયજ્ઞ તેમજ એમની ભીતરની કરુણાને હૃદય પૂર્વક વંદન કરી અભિનંદન પાઠવ્યા હતા