
ઉનાવા માર્કેટયાર્ડની આકસ્મિક મુલાકાત લેતા મહેસાણા સાંસદ હરિભાઇ પટેલ
મિહિર પટેલ, એબીએનએસ, ચાણસ્મા: મહેસાણાના સાંસદ સભ્ય હરિભાઇ પટેલે ઉનાવા મર્કેટયાર્ડની ઓચિંતી મુલાકાત લીધી હતી. જેમાં ઉનાવા માર્કેટયાર્ડ ના ચેરમેન પ્રકાશભાઇ પટેલ સાથે માર્કેટયાર્ડ ઉનાવા વિષે વિસ્તૃત ચર્ચા કરી ઉનાવા માર્કેટયાર્ડ ની માહીતી મેળવી હતી.
ત્યાર બાદ સાંસદ સભ્ય હરિભાઇ પટેલ ખેડુત પુત્ર હોવાને નાતે તેમણે ઉનાવા માર્કેટયાર્ડમાં ચાલતી કપાસ ની હરાજી માં બજાર સમિતિ ઉનાવા ના ચેરમેન પ્રકાશભાઇ પટેલ તેમજ સેક્રેટરી રાજેન્દ્રભાઇ પટેલ તેમજ બોર્ડ ઓફ ડિરેકટર દેવાંગભાઈ પટેલ તેમજ રાકેશભાઈ પટેલ ને સાથે રાખી કપાસ ની હરાજી માં ભાગ લીધો.
હરાજી જોયા પછી ખેડુતો સાથે ચર્ચા કરી એમ એસ પી બાબતે ખેડુતો ને જાણકારી આપી. અને ખેડુતો ના પશ્નો અંગે ખેડુતો ને સાંભળ્યા ત્યાર બાદ હરાજી માં ભાગ લઇ ખરીદી કરતા વેપારીયો સાથે પણ ચર્ચા કરી વેપારીઓ ને ખેડુતો ને જાણકારી આપી.
ખેડુતોને પોષણક્ષ ભાવ મળે તે અંગે વેપારી ઓ ને જાણકારી આપી ખેડુતો ને પુછતાં ખેડુતોએ માન્ય સાંસદ સભ્ય હરિભાઇ પટેલ ને કપાસ ના સારા ભાવો ઉનાવા માર્કેટયાર્ડ માં મળે છે. તેવી જાણકારી આપી હતી