
સાંતલપુરના બાબરા સરકારી પ્રાથમિક તથા માધ્યમિક શાળા નો એક દિવસીય પ્રવાસ યોજાયો..
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ:પાટણ જિલ્લાના સાંતલપુર તાલુકાના બાબરા સરકારી શાળા દ્વારા અંબાજી પ્રવાસ યોજાયો હતો જેમાં સરકારી બસ દ્વારા બાબરા ગામમાંથી પ્રસ્થાન કરવામાં આવ્યું હતું જ્યાં વહેલી સવારે દાંતીવાડા ડેમ ખાતે તમામ વિદ્યાર્થીઓને નાસ્તા માટે ગાંઠિયા તથા ગુંદી આપવામાં આવી હતી.ત્યાંરબાદ ત્યાંથી બાલારામ ખાતે મુલાકાત કરી અંબાજી ખાતે જમવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. પ્રવાસમા દાંતીવાડા ડેમ,બાલારામ, કોટેશ્વર મહાદેવ અને અંબાજી રૂટ લેવામાં આવ્યો હતો.
પ્રવાસ અંતર્ગત પ્રાથમિક શાળા ના આચાર્ય દેસાઇ ગેમરભાઈ, રમણભાઈ પરીખ માધ્યમિક શાળા ના આચાર્ય સંદીપભાઈ પ્રજાપતિ, ગુલામ મૂર્તુજા ભાઈ,જીતુભાઈ રાવળ, પ્રભાતભાઈ અને શાળા ના સેવક શૈલેષ ઠાકોર હાજર રહ્યા હતાં.