
પાટણ : બાળક વેચવાના કૌભાંડમાં દૃશ્યમ ફિલ્મ જેવી ઘટના,બાળકીનો દાટેલો મૃતદેહ ગાયબ
*પાટણ બાળ તસ્કરી મામલે મોટો ઘટસ્ફોટ: બાળકનું મોત થતાં દાદર નજીકના બ્રિજ નીચે દાટ્યું, બનાસ નદીમાં પોલીસએ ખોદકામ કરી તપાસ હાથ ધરી..*
*ત્રણેય આરોપીઓના રીમાન્ડ દરમિયાન બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું*
*બાળક તસ્કરી કૌભાંડમાં SOG પોલિસ વધુ એક બાળકીના અવશેષો શોધવા પોલીસ દાદર ગામ નજીક પસાર થતી બનાસ નદીમાં પહોંચી… બાળક જ્યા દાટવામાં આવ્યો ત્યાં તપાસ શરુ કરવામાં આવી*
અનિલ રામાનુજ, એબીએનએસ, રાધનપુર :. પાટણમાં નકલી ડોક્ટર દ્વારા પરિવારને અનાથ બાળક દત્તક લેવડાવી 1.20 લાખની છેતરપિંડી કર્યાનો કિસ્સો સામે આવ્યા બાદ વધુ એક ઘટસ્ફોટ થયો છે. નકલી ડોક્ટર સહિત ત્રણેય આરોપી હાલ રિમાન્ડ પર છે. આ દરમિયાન આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય એક બાળકને દાદરથી કામલપૂર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે. જે બાદ SOGની તેમજ FSLની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી હતી જ્યા આખો દિવસ શોધખોળ હાથ ધરી હતી, જોકે, ખોદકામ દરમિયાન બાળક ન મળી આવતા અને ખોદકામ દરમિયાન માત્ર મીઠું મળ્યું હતું. જેથી પોલીસની ટીમ પરત ફરી હતી.પાટણમાં બાળ તસ્કરી મામલામાં નવો ખુલાસો સામે આવ્યો છૅ.પોલીસ પૂછપરછમાં બાળક મૃત હોવાનું સામે આવ્યુ હતું અને બાળકને બનાસ નદીના પટમાં દાટ્યું હોવાનું જાણવા મળતા પોલીસ સમીના દાદર ગામે બનાસ નદીના પટમાં ખોદકામ કરી તપાસ કરી હતી.
પાટણના સમી તાલુકાના દાદર ગામની બનાસ નદીમાં પોલીસે તપાસ હાથ ધરી હતી.SOG પોલીસ આરોપીઓ સાથે અને સરકારી પંચો સાથે પોલીસ નદીના પટમાં પહોંચી હતી અને તપાસ કરવામાં આવી હતી પરંતુ બાળક ન મળી આવતા ટીમ પરત ફરી હોવાનું જાણવા મળ્યું છૅ.
ત્રણેય આરોપીઓના રીમાન્ડ દરમિયાન બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું :-મહત્વનું છૅ કે ત્રણેય આરોપીઓના રીમાન્ડ દરમિયાન આ બાળ તસ્કરીનું રેકેટ બહાર આવ્યું છૅ. બાળ તસ્કરી કેસમાં એક નવા બાળકનો ઉલ્લેખ થતા પોલીસ તપાસ હાથ ધરાઈ છૅ ત્યારે મૃતક બાળકને સમીના દાદર ગામે દાટયું હોવાનું આવ્યું સામે આવતા SOG, પોલીસ આરોપીઓ સાથે સ્થળ પર પહોંચી જ્યા બાળકને દાટવામાં આવ્યું છે તે સ્થળે પોલીસ કાફલો પહોંચ્યો હતો. જ્યા સરકારી વીડિયો ગ્રાફર, FSL ટીમ ઘટના સ્થળે પહોંચી, પેનલ ડોકટર ટીમ, મામલતદાર, સહિતની ટીમો પહોંચી ઘટના સ્થળે પહોંચી હતી.જ્યા સ્થળ ઉપર ખોદકામ કરતા મીઠું મળ્યું પરંતુ બાળકના અવશેષ ન મળતા પોલીસ ટીમ પરત ફરી હતી.
બાળ તસ્કરીના કેશમાં નવા વળાંક,આરોપીઓ દ્વારા બાળકને દાદર ગામના બ્રિજ નીચે દાટ્યું હોવાનું જણાવતાં પોલીસે તે દિશામાં તપાસ હાથ ધરી:- બાળ તસ્કરીના કેશમાં આરોપીઓએ પોલીસ સમક્ષ અન્ય બાળકને દાદર થી કામલપૂર જવાના બ્રિજ નીચે દાટી દીધું હોવાની કબૂલાત કરી છે. જે બાદ SOGની તેમજ FSLની ટીમ આરોપીઓને સાથે લઈ ઘટના સ્થળે પહોંચી તપાસ હાથ ધરી હતી.આ બાળક ને આરોપી શિલ્પાના ગામ કામલપુર નજીક આવેલા દાદર પાસેના બનાસ નદી બિજ નીચે દાટી દેવામા આવ્યું હોવાનું જણાવતાં ટીમે પાવડા-કોદળીથી એકાદ કલાક સુધી સાવધાની પૂર્વક ખોદકામ કરી બાળકની લાશને બહાર કાઢવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.પરંતુ ખોદકામ બાદ ખાડા માંથી ફક્ત મીઠું મળી આવ્યું હોય બાળકની લાશ મળી ન હોય આ સમયે આરોપી સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોર બન્ને ઘટના સ્થળે પોલીસે હાજર રાખવામાં આવ્યા હતા. જોકે લાશ દાટવા ની ધટનામાં હાલમાં આરોપી સુરેશ ઠાકોર પાસેથી સાચુ લોકેશન જાણવા માટે પોલીસ દ્વારા કડક પૂછપરછ કરવામાં આવી રહી છે એવું પણ ચર્ચામાં છે.
બાળકને નદીના પટમાંથી કાઢીને અન્ય જગ્યાએ દાટી દેવામાં આવ્યું હોઈ શકે:-પોલીસ નદીના પટમાં અન્ય જગ્યાએ પણ ખોદકામ માં લાગી હતી પણ કોઈ સફળતા ન સાંપડતા પોલીસે દ્રારા શોધખોળ રોકી દેવામાં આવી છે.લોકેશન પરથી બાળકની લાશ ન મળતાં હાલ પોલીસ સુરેશ ઠાકોરની કડક પૂછપરછ શરૂ કરી છે. દાદર કામલપુર માર્ગ પર ના બ્રિજ નીચે દાટેલા બાળકની પોલીસ દ્વારા હાથ ધરાયેલી કામગીરી દરમિયાન લોકોના ટોળેટોળા બ્રિજ ઉપર ઉમટી પડ્યા હતા.
નકલી ડૉક્ટર સુરેશ ઠાકોર અને શિલ્પા ઠાકોરના 2 ડિસેમ્બર સુધીના તેમજ અન્ય આરોપી રૂપસિંહ ઠાકોરના 3 ડિસેમ્બર સુધીના રિમાન્ડ મંજૂર થયા છે.ત્યારે બાળ તસ્કરીના બનાવમાં અનેક રહસ્યો બહાર આવી શકે તેમ હોવાનું જાણવા મળ્યું છે.