
હારિજના અમૃતપુરા વિસ્તારમાં 4 વર્ષિય બાળક ડેન્ગ્યુના ભરડામાં સપડાયો. ઠેર ઠેર ઉભરાતી ગટર ગંદકીને લઈને રહીશો અવારનવાર બીમાર થતાં હોવાની રાવ..
અનિલ રામાનુજ, એબીએનએસ પાટણ: પાટણ જિલ્લાના હારિજ ખાતે ઠેર ઠેર ભારે ગંદકીને લઇ અમૃતપુરા વિસ્તારમાં ડેન્ગ્યુનો પગ પેસારો થયો છે. હારીજ શહેરમાં ભૂગર્ભ ગટરના વારંવાર ઉભરાતા ગંદા પાણીના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધ્યો છે.જેને કારણ એક ચાર વર્ષીય બાળકને હારિજના ખાનગી દવાખાનામાં સારવાર આપ્યા બાદ પણ તાવ નહિ ઉતરતા પાટણ ખાતે સારવાર અર્થે ખાસેડાયો હતો.જ્યાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુના લક્ષણો જોવા મળ્યા હતા.
હારિજ અમૃતપુરા વિસ્તારમાં વારંવાર ભૂગર્ભ ગટરના પાણી ઉભરાતા ગંદકીનું સામ્રાજ્ય જોવા મળ્યું છે.જેના કારણે બાળકોમાં રોગચાળો વધવાની ભીતિ સેવાઈ રહી છે.અમૃતપુરા વિસ્તારમાં રહેણાક ધરાવતા અશોકજી ચેહુજી ઠાકોરના ચાર વર્ષીય પુત્ર અંશ અશોકજી ઠાકોરને દીપાવલી પર્વ એક સપ્તાહ પહેલા સામાન્ય તાવ અને શરીર પર મચ્છરો કરડવાથી દાગ થઈ ગયા હતા. દિવાળી સુધી હારિજ ડોકટરની સારવાર લીધા પછી પણ તાવ નહીં ઉતરતા અંશને પાટણ રેમ્બો હોસ્પિટલમાં દાખલ કરાયો હતો. જ્યાં રિપોર્ટ કરાવતા ડેન્ગ્યુની અસર જોવા મળી હતી. હાલમાં તબિયત સારવાર બાદ સુધારા ઉપર હોય પરિવારે રાહતનો શ્વાસ લીધો હતો.
વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી દુર ન થતાં રહીશો બીમાર પડતાંની રાવ,વિસ્તારમાં લાંબા સમયથી ગંદકી યથાવત:-હારીજ શહેરના અમૃતપુરા વિસ્તારમાં શંકાસ્પદ ડેન્ગ્યુના લક્ષણોનો ભોગ બનેલા અંશ બાળકના પિતા અશોકજી ઠાકોરના જણાવ્યા મુજબ અમૃતપુરા વિસ્તારમાં ભૂગર્ભ ગટરના ઢાંકણા કેટલાય સમયથી નહીં હોવાથી કુંડીઓ પણ ખુલ્લી પડી છે.અને ગટરના પાણી વિસ્તારમાં કાયમી ભરેલા રહેવાથી મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે.અને મારા બાળકને મચ્છરો કરડવાથી હાથે અને પગે ગુમડાઓ થઈ ગયા હતા અને એમાંથી તાવ આવતા હાલત ગંભીર બની હતી પણ પાટણ સારવાર સમયસર થઈ જતા રાહત થઈ છે.