
લોન કરાવી ટ્રેકટરો ખરીદ કરી બીજા ઇસમોને ભાડે આપી વિશ્વાસઘાત કરનાર આરોપીને પોલીસે ઝડપી પાડ્યો
વિનોદ રાવળ, ગોધરા, પંચમહાલ: પંચમહાલ જિલ્લાના હાલોલ રૂરલ પોલીસ મથકે હાલોલ લાલ બંગ્લોમાં રહેતા આરોપી દ્વારા ફરિયાદી તથા સાહેદોને અન્ય વ્યકિતઓને વિશ્વાસમાં લઈ લોન ઉપર ટ્રેકટર લેવડાવ્યા હતાં અને હપ્તા ભરવાનું તેમજ ટ્રેક્ટરનું ભાડું આપવાનો વિશ્વાસ આપવામાં આવ્યો હતો અને હપ્તા કે ભાડાની રકમ નહિ ચુકવતા ફરિયાદ હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામી હતી. આ ગુનામાં નાસતા ફરતા આરોપીને હાલોલ રૂરલ પોલીસ દ્વારા ઝડપી પાડવામાં આવ્યો.
હાલોલ જીઆઈડીસી લાલ બંગ્લોમાં રહેતા આરોપી લખનભાઈ કમલભાઈ ચૌહાણએ ફરિયાદી તથા અન્ય ઈસમોને વિશ્વાસમાં લીધા હતા અને કહ્યું કે તેમના ટ્રેકટરો ખરીદી કરી અમે ભાડે ફેરવીશું અને લોન અમો ભરીશું અને તમને ભાડું પણ આપીશું તેવી લાલચ આપી હતી અને ફરિયાદી અને અન્ય ઇસમોના નામે ટ્રેકટર ખરીદવામાં આવ્યા હતાં. આ ટ્રેકટરો ખરીદી કરી ટ્રેકટરોના હપ્તા નહિ ભરી તેમજ ભાડું નહિ આપી ફરિયાદી અને અન્ય લોકો સાથે વિશ્વાસઘાત કરી છેતરપિંડી કરેલ હોવાનો ગુનો હાલોલ રૂરલ પોલીસ મથકે નોંધાવા પામ્યો હતો. આરોપી ધરપકડથી બચવા માટે આગોતરા અરજી કરી હતી. હાલોલ નાયબ પોલીસ અધિક્ષક વી.જે.રાઠોડ અને આર.એ.જાડેજાએ પોલીસ ફરિયાદને ગંભીરતાથી લઈ આરોપીને આગોતરા જામીન ન મળે તે માટે આરોપી વિરૂદ્ધ પુરાવા એકત્રિત કરી કોર્ટમાં રજુ કરી તેમજ ધારદાર રજુઆત કરતાં આરોપીની આગોતરા જામીન નામંજુર થયેલ હતી. જેથી આરોપી લખનભાઈ કમલભાઈ ચૌહાણ નાસતો ફરતો હતો. આરોપી અંગે પોલીસે બાતમી મેળવીને ૩૦ ડીસેમ્બરના રોજ ઘરપકડ કરી હતી અને કોટમાં રજુ કરી બે દિવસના રીમાન્ડ મેળવ્યા હતા. આરોપીની પુછપરછ કરવામાં આવી હતી અને આરોપીને સાથે રાખી મોટા ટ્રેક્ટર નંગ-૪ ,મીની ટ્રેકટર નંગ-૭, ટાટા એસી છોટાહાથી નંગ-૨ મળી કુલ ૪૮,00,000/- રૂપીયાનો મુદ્દામાલ રીકવર કરવામાં આવ્યો હતો. તેમજ આરોપીને મદદ કરનાર અન્ય આરોપી રાહુલભાઈ નરવતસીહ સોલંકી રહે. છાલીયાર, તા. સાવલી, જી. વડોદરા (વોન્ટેડ), સત્તાર હસન મલેક રહે.દહેગામ તા.જંબુસર જી.ભરૂચ, શબ્બીર ઈસ્માઈલ ઉઘરાતદાર રહે.ભડકોદરા તા.જંબુસર જી.ભરૂચ (વોન્ટેડ) , અનિરૂધ્ધસિંહ માનસિંહ ગોહિલ રહે.જય ખોડીયાર ડેરી રાંદલનગર તા.જી.જામનગર (વોન્ટેડ),અલ્પેશ નાથાભાઈ મેર રહે. રાજપરા રાજકોટ (વોન્ટેડ) નામો ખોલવામાં આવ્યા છે. આરોપી દ્વારા ફરિયાદી સિવાય પણ ૪૦ થી ૪૫ ગરીબ લોકો ભોગ બનેલ હોવાનું જણાઈ આવેલ છે. પોલીસ દ્વારા આરોપીને રીમાન્ડ પુરા થતાં કોર્ટમાં રજુ કરાયો હતો અને તેને નામદાર કોર્ટ કસ્ટડીમાં મોકલી આપવામાં આવ્યો છે. હાલોલ રૂરલ પોલીસનું આ બાબતે હજુ વધુ તપાસ શરૂ છે.