
પાટણની મિનળપાર્ક સોસાયટીના રહીશોએ પરિવારની ભાવના સાથે નવા વર્ષને વધાવ્યું…
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ શહેરના ટેલીફોન એક્ષ્ચેન્જ રોડ પર આવેલ મિનળપાર્ક સોસાયટીમાં રહેતા અલગ-અલગ સમાજના પરિવારજનો સૌ એક જ પરિવારના છે તેવી ભાવના ને ઉજાગર કરી બતાવી છે.
ત્યારે વષૅ 2024 ના અંતિમ દિવસ એટલે કે તા. 31 મી ડિસેમ્બર ની રાત્રે વિતેલા વષૅની ખાટી- મીઠી યાદો સાથે 2025 ના નવા વષૅને આવકારવા સૌ પરિવારના સભ્યોએ સોસાયટી ના કોમન પ્લોટ માં ધાર્મિક,સાસ્કૃતિક અને મનોરંજન ના વિશિષ્ટ કાર્યક્રમો આયોજિત કરી વિતેલા વષૅની યાદો સાથે નવા વષૅ ના આગમન ને કેક કાપી એકબીજા નું મો મીઠું કરી આવકારવામાં આવ્યું હતું. મિનળપાર્ક સોસાયટી ખાતે આયોજિત કાર્યક્રમના આમંત્રણને માન આપી પાટણ નગર પાલિકાના પ્રમુખ હિરલબેન પરમાર,પાટણ શહેર ભાજપના નવનિયુક્ત યુવા પ્રમુખ હષૅભાઈ પટેલ સહિત ભાજપના આગેવાનો, કાયૅકરો ખાસ ઉપસ્થિત રહ્યા હતા અને મિનળપાકૅ સોસાયટીના રહીશો દ્રારા પરિવારની ભાવના સાથે ઉજવાતા ઉત્સવોની સરાહના કરી નવા વષૅ ના પ્રારંભની શુભકામનાઓ સાથે સૌ મહાનુભાવો એ સોસાયટીના રહીશો સાથે ડીજે ના તાલે રાસ-ગરબા ની રમઝટ મચાવી હતી.
આ પ્રસંગે ઉપસ્થિત સૌ મહાનુભાવો નું સોસાયટી પરિવાર દ્વારા સન્માન કરી આભાર ની લાગણી વ્યક્ત કરવામાં આવી હતી.વષૅ 2024 ની વિદાય અને વષૅ 2025 ના આગમન ને વધાવવા મિનળપાર્ક સોસાયટીમાં રાસ- ગરબા અને ભક્તિ સાથેના સાસ્કૃતિક કાર્યક્રમ વચ્ચે ફટાકડા ની આતશબાજી પણ કરવામાં આવી હતી.