
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રફુલ પાનસેરીયાએ મહિલાનો જીવ બચાવી માનવતા મહેકાવી
સંજીવ રાજપૂત, એબીએનએસ સુરત: સુરતના સરથાણા રિંગરોડ વિસ્તારમાં અકસ્માતનો ભોગ બનેલી મહિલાને શિક્ષણ મંત્રી દ્વારા તાત્કાલિક સારવાર અપાવી માનવતાનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે.
આ મહિલાને કોઈ અજાણ્યા વાહન ચાલકે ટક્કર મારી હતી. જેની જાણ શિક્ષણ મંત્રીને થતા શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાએ અગત્યનું કામ પડતું મૂકી મહિલાને પોતાના વાહનમાં હોસ્પિટલ પહોંચાડી હતી. તેઓએ એકે પણ ક્ષણની રાહ જોયા વગર પોતાના સુરક્ષા કર્મીને ઉતારી મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ જાતે લઈ ગયા હતા.
આ અકસ્માતનો ભોગ બનેલી મહિલાને ડાયમંડ હોસ્પિટલ પોતાના વાહનમાં લઈ જઈ સારવાર અપાવી હતી.
શિક્ષણમંત્રી પ્રફુલ પાનસેરીયાની આ કામગીરીને સૌએ બિરદાવી હતી અને તેમના આ માનવતાના અભિગમને લોકોએ બિરદાવ્યું પણ હતું.