
રાજ્યના મુખ્યમંત્રી ગુરુનાનક જયંતિ નિમ્મીતે ગુરુદ્વારા પહોંચ્યા અને કિર્તનમાં બન્યા સહભાગી
સંજીવ રાજપૂત, એબીએનએસ અમદાવાદ, મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ ગુરુ નાનક દેવ ની ૫૫૫ મી જન્મ જયંતી અવસરે અમદાવાદના થલતેજ સ્થિત ગુરુદ્વારા ગોવિંદ ધામ પહોંચ્યા હતા.
તેઓએ ભક્તિ ભાવ પૂર્વક ગુરુ ગ્રંથ સાહેબ ના દર્શન કર્યા હતા તેમજ કીર્તનમાં સહભાગી થયા હતા.
અમદાવાદ શહેરના શીખ પરિવારો શ્રદ્ધા પૂર્વક આ ઉજવણીમાં ઉમટ્યા હતા.