
પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા કોન્સ્ટેબલની માનવતાવાદી પ્રવૃતિ સરાહનીય બની..
પ્રજાપતિ યુવાનો પર ભમરાના ઝુડે હુમલો કરતાં અધૅ બેભાન બનતા કોન્સ્ટેબલ દ્રારા સારવાર અર્થે ખસેડવામાં આવ્યા..
એબીએનએસ, અનિલ રામાનુજ,પાટણ :. પાટણ તાલુકા પોલીસ સ્ટેશન માં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ચૌધરી ગતરોજ પોતાની ફરજ પર જઈ રહ્યા હતા ત્યારે અનાવાડા નદી નજીક બે પ્રજાપતિ યુવાનો ને ભમરા કરડતા અર્ધ બેભાન થઈ જતા જોઈ ઉપરોક્ત પોલીસ જવાને પોતાની પરવા કર્યા વગર પોતાની ગાડીમાંથી ઉતરી 108 ને ફોન કરી બંને યુવાનોને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડી માનવી સેવાની મહેક પ્રસરાવતા પાટણ તાલુકા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલ વિક્રમભાઈ ની પોતાની ફરજ સાથે ની માનવતાવાદી પ્રવૃતિ ને સૌએ સરાહનીય લેખાવી હતી.