
પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના શંકાસ્પદ મોતની ઘટના સામે આવી..
અનિલ રામાનુજ, એબીએનએસ, પાટણ: પાટણ જિલ્લાની ધારપુર મેડિકલ હોસ્પિટલમાં વિદ્યાર્થીના શંકાસ્પદ મોત થવાનું સામે આવ્યું છે. જેમાં વિદ્યાર્થી સાથે રેગિંગ થયાનો પરિવારજનોનો આક્ષેપ છે..18 વર્ષીય અનિલ મેથાણીયા નામના વિદ્યાર્થીનું મોત થયાનું સામે આવ્યું છે… સૂત્રોની જાણકારી મુજબ..MBBS ના પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી નું મોત..સુરેન્દ્રનગર ના જેસડા ગામના વિદ્યાર્થી નું મોત…
એમબીબીએસ કોલેજમાં પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા વિદ્યાર્થી મેથાણીયા અનિલ નટવરભાઈ નું મોત…મળતી માહિતી મુજબ પ્રથમ વર્ષમાં અભ્યાસ કરતા આ વિદ્યાર્થીનું ત્રીજા વર્ષમાં કોલેજમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યું હોવાની વિગતો સામે આવી છે…મેથાણીયા અનિલ નટવરભાઈ સુરેન્દ્રનગરના જેસડા ગામના વતની હોવાનું જાણવા મળ્યું છે.