
આજે ગુજરાતમાં પ્રથમ વાર SMA પીડિત બાળકને 14 કરોડનું ઇન્જેક્શન લાગશે
અમદાવાદ એબીએનએસ, સંજીવ રાજપૂત: સ્પાઇનલ મસ્ક્યુલર એટ્રોફી (SMA) આ એક એવી જિનેટિક બીમારી બાળકોમાં રેર જોવા મળતી હોય છે જેની સારવારનો ખર્ચ વિચારી ન શકાય તેટલો મોંઘો રહેતો હોય છે. એક સામાન્ય પરિવાર માટે તો આનો ખર્ચ આભ તૂટી પડે તેવો હોય છે જે બાળકને ન આપવામાં આવે તો ટૂંક સમયમાં જ બાળકનું મૃત્યુ થઈ જતું હોય છે. આ રેર રોગને ચાર પ્રકારે વિભાજીત કરવામાં આવે છે જેમાં ટાઈપ1, ટાઈપ2 અને ટાઈપ3 ટાઈપ4 રીતે જોવા મળે છે. જેમાં ટાઈપ1માં આવતા રોગની સારવાર માટે વિદેશથી મંગાવવામાં આવતા ઇન્જેક્શનની કિંમત જ 14 કરોડ રૂપિયા હોય છે જે સામાન્ય પરિવારના લોકો માટે તો અશક્ય વાત જેવું કહી શકાય. જે મુજબ ટાઈપ1માં 14 કરોડ, ટાઈપ2માં 3 કરોડ ( જે વર્ષમાં 3 ઇન્જેક્શન જરૂરી) બાળકને લગાડવામાં આવતા હોય છે જે આ રોગ દરમ્યાન લગાડવા જરૂરી હોય છે.
અમદાવાદ ખાતે ગુજરાતમાં સૌ પ્રથમ વાર આ વિચિત્ર રોગથી પીડાતા બાળકને 14 કરોડનું ઇંજેક્શન લગાડવામાં આવી રહ્યું છે જેનો સમગ્ર ખર્ચ સમાજ દ્વારા ફંડ એકત્ર કરી કરવામાં આવ્યો છે. *આજે સાંજે 5 વાગે RICN હોસ્પિટલ, અમદાવાદ ખાતે ડો. નીતીશ વહોરાની ઉપસ્થિતિમાં આ બાળકને 14 કરોડનું ઇન્જેક્શન લગાવવામાં આવશે.*
વિદેશથી મંગાવવામાં આવતા આ મોંઘા ઇન્જેક્શન અને આ બીમારી અંગે રાજ્ય સરકાર કે આરોગ્ય વિભાગ દ્વારા હજુ સુધી કોઈ ધ્યાન આપવામાં આવ્યું નથી. ગુજરાતમાં પણ આવા પીડિત બાળકો માટે આ મોંઘા ઇન્જેક્શન સમયે ઉપલબ્ધ બની શકે અને સામાન્ય પરિવાર માટે સરકારી રાહતે મળી શકે તેવા પ્રયાસો હાથ ધરવામાં આવે તો પીડિત બાળકનું જીવન બચાવવું ઘણું સરળ બની શકે છે. સરકાર તરફથી પણ આ બાબતને ગંભીર રૂપે ધ્યાનમાં લઈ બાળકોમાં જીવનો સંચાર કરતા સક્રિય બની આ બીમારી સામે લડવા માટેની સારવાર ગુજરાતમાં પણ ઉપલબ્ધ કરાવે અને આ પ્રયાસ કરે તો ગુજરાત વિકાસની સાથે સાથે આરોગ્ય ક્ષેત્રે પ્રથમ સિદ્ધિ મેળવવા બદલ પ્રથમ રાજ્ય બની શકે છે.