
એબીએનએસ અંબાજી: આજથી ભાદરવી પૂનમના મહાકુંભનો આરંભ થયો છે. સવારે 10:00 કલાકે બનાસકાંઠા જિલ્લા કલેક્ટર મિહિર પટેલ દ્વારા વિધિવત રૂપે મેળાને ખુલ્લો મુકવામાં આવ્યો.. આપ્રસંગે જિલ્લા એસપી અક્ષયરાજ મકવાણા, બનાસકાંઠા ડીડીઓ, મંદિરના વહીવટદાર સહિત તંત્રના અધિકારીઓ, મીડિયા કર્મીઓ ઉપસ્થિત રહ્યા હતા.


ગુજરાતમાં Ambaji ખાતે દર વર્ષે ભાદરવી પૂનમે યોજાતા પરંપરાગત મેળામાં લાખો શ્રદ્ધાળુઓ ઉમટે છે કે જેમાં મોટાભાગે પગપાળા યાત્રાળુઓ હોય છે. આ વર્ષે તા. ૧૨ થી ૧૮ સપ્ટેમ્બર ૨૦૨૪ દરમિયાન યોજાનાર આ ભવ્ય મેળામાં અંદાજે ૩૦ લાખથી વધારે યાત્રાળુઓ પહોંચે તેવી શક્યતા છે. અંબાજી ખાતે આ વર્ષે યોજાનાર ભાદરવી પૂનમ મેળામાં યાત્રાળુઓની સુવિધાઓમાં મોટાપાયે વધારો કરવામાં આવનાર છે. યાત્રાળુઓ માટે એક ક્યુઆર કોડ પણ તૈયાર કરવામાં આવ્યું છે જેને સ્કેન કરવાથી સુવિધા અંગેની તમામ માહિતી લોકેશન સાથે મળી રહેશે.


આ ડોમમાં યાત્રાળુઓ માટે અંદાજે ૧૨૦૦ બેડની સુવિધા, અન્ય એક મલ્ટી પર્પઝ ડોમની સુવિધા, શૌચાલય, સીસીટીવી કેમેરા, મોબાઇલ ચાર્જિંગની વ્યવસ્થા, હાઉસકીપિંગ સર્વિસ, સાઈનેજિસ, ફ્લોર કાર્પેટ, ફ્લૅગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રિફિકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, સમાન મુકવાની વ્યવસ્થા વગેરે કરવામાં આવી છે.
ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડ દ્વારા અંબાજી પગપાળા ચાલતા જતા યાત્રાળુઓ માટે મોબાઈલ ટોયલેટ, બાથરૂમ તથા યુરીનલની સુવિધામાં પણ વધારો કરવામાં આવ્યો છે. ગાંધીનગરથી અંબાજી વાયા વિસનગર અને હિંમતનગરથી અંબાજી વાયા ઇડર જુદા-જુદા રૂટ પર ચોક્કસ અંતરે ટેમ્પરરી ટોયલેટ બ્લોક, બાથરૂમ, ગરમ પાણીની સુવિધાઓ પૂરી પાડવામાં આવી છે. કૂલ ૧૮ સ્થળો પર પુરુષના ૭ ટોયલેટ (ઇન્ડિયન ટાઈપ અને યુરોપીયન ટાઈપ), ૩ બાથરૂમ, ૪ યુરીનલ અને મહિલામાં ૮ ટોયલેટ (ઇન્ડિયન ટાઈપ અને યુરોપીયન ટાઈપ), ૩ બાથરૂમની વ્યવસ્થા કરવામાં આવી છે. અંબાજી મંદિર ટ્રસ્ટ દ્વારા વર્ષ ૨૦૨૪માં મંડપ, સાઉન્ડ સિસ્ટમ, પબ્લિક એનાઉન્સમેન્ટ સિસ્ટમ, પ્રસાદ વિતરણના મંડપ, સી.સીટી.વી, ૨- કંટ્રોલ રૂમ, પગરખા કેન્દ્ર, ઈલેક્ટ્રીકલ સ્ટ્રીટ લાઈટ, ૩પ પ્લાઝમા ટી.વી. એલ.ઈ.ડી, એ.આર.વિ.આર સિસ્ટમ, પાર્કિંગની વ્યવસ્થા, સફાઈની કામગીરી ઉચ્ચ કક્ષાની કરવામાં આવી રહી છે.

વોટરપ્રૂફ ડોમ, મેઈન સ્ટેજ, બેઠક વ્યવસ્થા, ગ્રીન રૂમ, એન્ટ્રી ગેટ, વેલકમ પિલર, સાઈનેઝીસ, હોર્ડિંગ, બાઉન્ડ્રીવોલ, ફ્લોર કાર્પેટ, ફ્લેગ પોલ, પીવાના પાણીની વ્યવસ્થા, ઈલેક્ટ્રીફીકેશનની વ્યવસ્થા, અગ્નિશામક સાધનો, એલ.ઈ.ડી.સ્કીન સાથે સાંસ્કૃતિક કાર્યક્રમની વ્યવસ્થા કરવામાં આવી છે. સાંસ્કૃતિક કાર્યક્રમ સાંસ્કૃતિક વિભાગ દ્વારા તા. ૧૫ થી ૧૭ સપ્ટેમ્બર ૨૦૨૪ના રોજ ત્રણ દિવસ માટે સાંજે ૭.૦૦ વાગ્યાથી કરવામાં આવશે.
મેળા દરમ્યાન યાત્રાળુઓની સલામતિની ચુસ્ત વ્યવસ્થા કરવામાં આવશે. વાહનો લઈને આવનાર યાત્રાળુઓ માટે પાર્કિંગની વ્યવસ્થા કરવામાં આવશે. ચોરીના બનાવો અટકાવવા માટે એક સમાન લાઇટિંગ (40-50 LUX), વધારાના CCTV કૅમેરા, યોગ્ય PA સિસ્ટમ અને પોલીસ માટે બેઠક વ્યવસ્થા માટે પગોડા સાથે વ્યાપક બે લાખ ચોરસ મીટર વિસ્તારને આવરી લઈ પાર્કિંગ વિસ્તારને વધારવામાં આવેલ છે.
આ વર્ષે અલગ અલગ વિભાગોની તમામ કામગીરીને એક જ ટેન્ડરમાં સાંકળી અધતન સ્પેશીફીકેશન સાથે કરવામાં આવતી વિશિષ્ટ કામગીરી :-
- આ વર્ષે અલગ અલગ વિભાગોની તમામ કામગીરીને એક જ ટેન્ડરમાં સાંકળી અધતન સ્પેશીફીકેશન સાથે વિશિષ્ટ કામગીરી કરવામાં આવી છે, જેમાં પગપાળા જતા યાત્રાળુઓ માટે ૯૦૦૦ ચો.મી વિસ્તારમાં વોટરપ્રૂફ ડોમની વ્યવસ્થામાં કરવામાં આવી છે. યાત્રાળુઓની સુવિધાને ધ્યાનમાં રાખીને ત્યાં બેડની વ્યવસ્થા, સ્વચ્છ ટોઇલેટ, ચાર્જિંગ પોઈન્ટ, પીવાના પાણી અને મેડીકલની સુવિધા ડોમમાં જ આપવામાં આવે છે.
- આ ઉપરાંત અંબાજીના બંને માર્ગો પર આશ્રયસ્થાનોની સુવિધા, પીવાના પાણીની સુવિધાને સુવ્યવસ્થિત પેવરબ્લોક ફ્લોરિંગ સાથે સુવિધાઓ અપગ્રેડ કરવામાં આવી છે. ભાદરવી પૂનમ મહામેળો ૨૦૨૪માં હોડીંગ્સ, સાઈનેજીસ અને સંબંધિત ઈન્ફ્રાસ્ટ્રકચરમાં એકસમાન થીમ આધારીત કુલ ૨૭૦૦ ચો.મી. વિસ્તારમાં બ્રાન્ડીંગની કામગીરી, કુલ ૪૫૦ જેટલા ફ્લેગ્સ, ૨૮ જેટલા બોક્ષ પિલ્લર, કુલ ૧૦ એન્ટ્રી ગેટ અને ૨ બોક્ષ ગેટ દ્વારા પ્રચાર-પ્રસારની કામગીરી હાથ ધરવામાં આવી છે.
- ગબ્બર રૂટ, અંબાજી મંદિર, અંબાજીમાં પ્રવેશના ત્રણેય દ્વાર, ૫૧ શક્તિપીઠ સર્કલ, માર્ગ ઉપર અને આસપાસના વિસ્તારો માટે લાઇટિંગ ડિઝાઇનમાં સુધારો કરી આ વર્ષે માતાજીના સ્વરૂપ ઉપર થીમબેઝ લાઇટિંગ કરવામાં આવેલ જેથી તમામ સ્થળો પર એક સમાન થીમ આધારિત લાઈટીંગ યાત્રાળુઓ માટે કરવામાં આવી છે. ભાવી ભક્તો માટે પ્રસાદ વિતરણ કેન્દ્રો પણ સામાન્યને બદલે અધ્યતન બનાવવામાં આવ્યા છે. મુખ્ય મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે તેમજ રાત્રીના દરમ્યાન ચાચર ચોકમાં દીવાની લાઈટીંગ કરવામાં આવી છે.