બાંગ્લાદેશ સામેની 2 ટેસ્ટ મેચની સિરીઝની પ્રથમ મેચ માટે ટીમ ઈન્ડિયાની જાહેરાત કરવામાં આવી છે. ચેન્નાઈમાં 19 સપ્ટેમ્બરથી રમાનારી મેચ માટે 16 પ્લેયરની ટીમ પસંદ કરવામાં આવી હતી. સરફરાઝ ખાન અને વિકેટકીપર ધ્રુવ જુરેલનો મિડલ ઓર્ડરમાં સમાવેશ કરવામાં આવ્યો હતો.
લેફ્ટ આર્મ પેસર યશ દયાલને પ્રથમ વખત ટેસ્ટ ટીમમાં તક મળી. વિરાટ કોહલી, કેએલ રાહુલ અને વિકેટકીપર રિષભ પંત પણ બાંગ્લાદેશ સામેની સિરીઝમાંથી ટેસ્ટ ટીમમાં વાપસી કરશે. આ ત્રણેય ઈંગ્લેન્ડ સામેની છેલ્લી સિરીઝનો ભાગ ન હતા.
મિડલ ઓર્ડર બેટર સરફરાઝ ખાન, વિકેટકીપર ધ્રુવ જુરેલ, ફાસ્ટ બોલર આકાશ દીપ અને યશ દયાલનો ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. દયાલ સિવાય ત્રણેય ખેલાડીઓએ આ વર્ષે ઈંગ્લેન્ડ સામેની સિરીઝમાં ડેબ્યૂ કર્યું હતું. દયાલે દુલીપ ટ્રોફીના પ્રથમ રાઉન્ડમાં 4 વિકેટ લીધી હતી.
યશ દયાલનો પ્રથમ વખત ભારતની ટેસ્ટ ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો.
દુલીપ ટ્રોફી ન રમનાર 6 ખેલાડીઓએ જગ્યા બનાવી
દુલીપ ટ્રોફી ન રમનારા 6 ખેલાડીઓને ટીમમાં સ્થાન મળ્યું. જેમાં કેપ્ટન રોહિત શર્મા, વિરાટ કોહલી, રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રિત બુમરાહ અને મોહમ્મદ સિરાજનો સમાવેશ થાય છે. કોહલી સિવાય તમામ પાંચ ખેલાડીઓએ આ વર્ષે ફેબ્રુઆરી-માર્ચમાં ઈંગ્લેન્ડ સામે ટેસ્ટ સિરીઝ રમી હતી. વિરાટ અંગત કારણોસર સિરીઝ રમી શક્યો ન હતો.
કેએલ રાહુલે દુલીપ ટ્રોફીની 2 ઇનિંગ્સમાં 37 અને 57 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ 2 ટેસ્ટ અને 3 T20 રમશે
બાંગ્લાદેશનો ભારત પ્રવાસ 19 સપ્ટેમ્બરથી શરૂ થશે. પ્રથમ ટેસ્ટ ચેન્નાઈમાં અને બીજી ટેસ્ટ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. 6, 9 અને 12 ઓક્ટોબરે 3 T-20 રમાશે. આ મેચ ગ્વાલિયર, દિલ્હી અને હૈદરાબાદમાં યોજાશે.
પહેલી ટેસ્ટ માટે ટીમ ઈન્ડિયા
રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, સરફરાઝ ખાન, રિષભ પંત (વિકેટકીપર), ધ્રુવ જુરેલ (વિકેટકીપર), રવિચંદ્રન અશ્વિન, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, મોહમ્મદ સિરાજ, આકાશ, દીપ, જસપ્રિત બુમરાહ અને યશ દયાલ.