
*ભાભર ખાતે તેરા તુજકો અર્પણ અંતર્ગત સાર્થક કરતી ભાભર પોલીસ*
*સુનિલ ગોકલાણી, એબીએનએસ ભાભર:* બનાસકાંઠા જિલ્લાના ભાભર ખાતે વર્ષાબેન લેબાભાઈ દેસાઈ ની થેલી બજારમાં ખોવાઈ ગયેલ જેમાં આશરે ત્રણ લાખ દસ હજારની રકમનું સોના ના દાગીના હતા. જે સોનાના કડાનંગ બે અને એક મંગળસૂત્ર હતું. જેની જાણ પોલીસ સ્ટેશનમાં કરતા ભાભર પોલીસ દ્વારા તાત્કાલિક આ થેલી શોધી અને મૂળ માલિકને પરત કરવામાં આવી હતી.
વર્ષાબેન દેસાઈએ ભાભર પોલીસનો ખૂબ જ આભાર માન્યો હતો.